આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર, સુઇગામ(દશરથ ઠાકોર)

કોરોના વાયરસને લઇ સમગ્ર દેશમાં લોકડાઉનની સ્થિતિ વચ્ચે ભાભરની બજારોમાં મોટી સંખ્યામાં લોકો જોવા મળ્યાં છે. કોરોના વાયરસના સંક્રમણથી બચવા તંત્ર દ્રારા લોકોને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અપીલ કરવામાં આવી છે. જોકે જીવનજરૂરીયાત વસ્તુ લેવા માટે આવતા લોકોમાં જાગૃતિનો અભાવ કે પછી બેદરકારી હોય તેમ સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડ્યા હોય તેવું સામે આવ્યુ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના ભાભર શહેરમાં લોકડાઉનની અમલવારી સામે સવાલો ઉભા થયા છે. શહેરના વાવ રોડ ઉપર મોટી સંખ્યામાં લોકોના ખરીદી કરવા આવ્યા હતા. જોકે જાગૃતિના અભાવે કે પછી જીલ્લામાં એકપણ કેસ પોઝિટીવ ન હોવાથી સોશિયલ ડિસ્ટન્સિંગના લીરેલીરાં ઉડ્યા હતા. અમુક દુકાનદારો દ્રારા કાયદાનો કોઇ અમલ નહિ કરવામાં આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પાલિકાના ચીફ ઓફીસર, મામલતદાર અને પોલીસ દ્રારા આવા દુકાનદારોને પાઠ ભણાવે તેવી માંગ ઉઠવા પામી છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code