આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર, અમીરગઢ

બનાસકાંઠા જિલ્લાની સરહદ પાર કરી રાજસ્થાનમાં પ્રવેશ કરતાં શ્રમિકોને વાયરસથી શુધ્ધ કરવામાં આવ્યા છે. માવલ ચેકપોસ્ટ નજીક આવેલા શ્રમજીવીઓને આબુરોડ પાલિકાએ ગંગાજળથી નવડાવ્યા હોવાનું સામે આવ્યું છે. કોરોના વાયરસનો ફફડાટ હોઈ પાલિકાના સત્તાધીશોએ તમામને હારબંધ ઉભા રાખી સેનેટાઈઝ કરતાં મામલો સામે આવ્યો છે. ઘટનાને પગલે શ્રમિકો પણ ઘડીભર મંથનમાં લાગ્યા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ નજીક માવલ ચેકપોસ્ટથી કેટલાક શ્રમિકો આજે રાજસ્થાન જતાં હતાં. અત્યારે દેશભરમાં લોકડાઉન હોવાથી વાહનવ્યવહાર ઠપ્પ છે. જેથી શ્રમિકો પોતાના વતન દરમ્યાન આબુરોડ પાલિકાની નજરે ચડ્યા હતા. અત્યારે કોરોના વાયરસનો હાહાકાર હોઇ તમામને રોક્યા હતા. આગળ વધે તે પહેલાં તમામ શ્રમિકોને ઉભા રાખી શરીર ઉપર સેનેટાઈઝ સ્પે છંટકાવ કર્યો હતો.

સૂત્રોએ જણાવ્યું હતું કે, રાજસ્થાન સરકારે તમામ સરહદો બંધ કરી છે. જોકે ચાલતાં આવતાં શ્રમિકોને વતન પ્રવેશ આપતાં દરમ્યાન સેનેટાઈઝ એટલે કે ગંગાજળથી વાયરસ મુક્ત કરવામાં આવે છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code