આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર, ચાણસ્મા

પાટણ જીલ્લામાં લોકડાઉન વચ્ચે ચાણસ્મા શહેરમાં કોરોના પોઝિટીવનો પ્રથમ કેસ નોંધાતા ખળભળાટ મચી ગયો છે. શહેરના કોટવાડીયા વિસ્તારમાં રહેતા 70 વર્ષના વૃધ્ધની તબિયત બગડતા પ્રથમ તેમને ચાણસ્મા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લાવવામાં આવ્યા હતા. જોકે બાદમાં વધુ સારવાર માટે ધારપુર લઇ જવાતા તેમનો કોરોના રીપોર્ટ કરાવવામાં આવ્યો હતો. શુક્રવારે તેમનો રીપોર્ટ પોઝિટીવ આવતા સિવીલના આઇસોલેશન વોર્ડમાં ખસેડ્યા બાદ સંક્રમણ શોધવા દોડધામ મચી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લાના ચાણસ્માના કોટવાડીયા વિસ્તારમાં રહેતા 70 વર્ષના વૃધ્ધનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે. પાટણ જીલ્લામાં અત્યાર સુધી કુલ 18 કેસ પોઝિટીવ આવ્યા છે. 70 વર્ષના વૃધ્ધનો રીપોર્ટ પોઝિટીવ આવતા તેમને આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે. આ તરફ ગઇકાલે સાંજે ચાણસ્મા તાલુકાની આરોગ્ય ટીમે તેમના ઘરે પહોંચી પરિવારના સભ્યોને ક્વોરેન્ટાઇન કરવાની તજવીજ હાથ ધરી છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code