આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, ડીસા (અંકુર ત્રિવેદી)

ડીસાની ખાનગી હોસ્પિટલમાં કેટલાક દિવસ અગાઉ પ્રસુતિ દરમ્યાન બે બાળકીની માતાનું મોત થયુ હતુ. જેને લઇ આજે સ્થાનિકોએ મોટી સંખ્યામાં રેલી કાઢી તંત્રને આવેદનપત્ર આપ્યુ હતુ. ડીસામાં ડોક્ટરની બેદરકારીથી મૃત્યુ થયાના મામલે પરિવારજનો શોકમાં ગરકાવ થઇ ગયા છે. બે પુત્રીની માતાનું ડોક્ટરની ભૂલના કારણે મોત થયાના આક્ષેપ સાથે આજે ઉગ્ર આક્રોશ સામે આવ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના ડીસામાં આવેલી આનંદ હોસ્પિટલમાં થોડા દિવસો અગાઉ એક સગર્ભાનું મોત થયુ હતુ. આનંદ હોસ્પિટલના ડોક્ટર સી.કે.પટેલની બેદરકારીના કારણે મોત થયુ હોવાના આક્ષેપથી હડકંપ મચી ગયો છે. મૃતકના પરિવારજનો સાથે શહેરના નાગરિકો મોટી સંખ્યામાં શાંતિપુર્વક રેલી કાઢી ન્યાય આપવા માંગ કરી હતી.

26 May 2020, 12:59 PM (GMT)

COVID-19 Global Stats

5,584,211 Total Cases
347,613 Death Cases
2,362,944 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code