?
આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,ધાનેરા

ધાનેરા પાલિકાના સફાઇ કામદારો પડતર માંગોને લઇ 17 ફેબ્રુઆરીથી હડતાલ ઉપર ઉતર્યા છે. ૬૦ સફાઇ કામદારોની હડતાલ વચ્ચે ઠેર-ઠેર ગંદકીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. જેને લઇ પાલિકાએ તાત્કાલિક અસરથી થરાદ અને ડીસા પાલિકાના સફાઇ કામદારોને તેડાવી લીધા છે. હડતાલ ઉપર ગયેલા કર્મચારીઓ કાયમી કરવા સહિતની પડતર માંગને લઇ નારાજ બન્યા છે. આવી સ્થિતિમાં સ્વચ્છ ભારત અભિયાન વચ્ચે ગંદકી માઝા મુકતી હોઇ સત્તાધિશોમાં દોડધામ મચી ગઇ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાની ધાનેરા પાલિકા સામે સફાઇ કામદારોએ બાંયો ચડાવી હોવાનું સામે આવ્યુ છે. સફાઇ કામદારોએ સતત ચોથા દિવસે હડતાલ યથાવત રાખતા ધાનેરા શહેરમાં ગંદકી જોવા મળી રહી છે. તો બીજી તરફ પાલિકાના સભ્યો અને ચીફ ઓફિસર દ્વારા સમાધાન માટેની વાત કરવા છતાં સફાઇ કામદારો પોતાની વાત ઉપર અડગ રહેતા મામલો વધુ ઉગ્ર બન્યો છે. જોકે ચીફ ઓફીસર અને સભ્યો હડતાલ ઉપર બેઠેલા સફાઇ કામદારોને મળી સરકારના નિયમો પ્રમાણે જે રોસ્ટર મંજૂર થઇને આવશે તે પ્રમાણે કાયમી ભરતી કરવામાં આવશે તેવી હૈયાધારણા આપ્યા બાદ પણ હડતાલ યથાવત છે.

પાલિકાના સફાઇ કામદારો કેમ છે નારાજ ?

ધાનેરા નગરપાલિકા દ્રારા ગત 31-12-2019ના રોજ 11 સફાઇ કામદારોને વગર નોટીસે છુટા કરવામાં આવ્યા હતા. જેને લઇ સફાઇ કામદારોએ પાલિકા ઉપર ભારે રોષ વ્યક્ત કરતા સત્તાધિશો સાથે બેઠક થઇ હતી. જેમાં ગત 6 જાન્યુઆરીએ પ્રમુખ અને ચીફ ઓફીસરે સાત માંગણીઓ પૈકી સહકાર આપવા બાંહેધરી આપી હતી. જેનો અમલ નહિ થતાં કામદારોએ ગાંધી ચિંધ્યા માર્ગે હડતાલ ઉપર ઉતરી આંદોલન શરૂ કર્યુ છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code