આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,ધાનેરા

ધાનેરા પાલિકાના સફાઇ કામદારો પડતર માંગોને લઇ હડતાલ ઉપર ઉતર્યા છે. પાલિકા દ્રારા 60 વર્ષની ઉપરના સફાઇ કર્મચારીઓને અગાઉ છુટા કરવામાં આવ્યા બાદ તેમની જગ્યાએ તેમના વારસદારોને નોકરી લેવા માંગ કરવામાં આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાલિકામાં હાલ 25 કામદારોનું મહેકમ હોવાથી અગાઉની રજૂઆત સામે આપેલ હૈયાધારણાનો અમલ લટકી પડ્યો છે. જેથી સ્વચ્છ ભારત અભિયાન વચ્ચે કામદારોએ હડતાલ ઉપર ઉતરી લડત આદરી છે.

બનાસકાંઠા જીલ્લાની ધાનેરા પાલિકા સામે સફાઇ કામદારોએ બાંયો ચડાવી હોવાનું સામે આવ્યુ છે. પાલિકા દ્રારા ગત 31-12-2019ના રોજ 11 સફાઇ કામદારોને વગર નોટીસે છુટા કરવામાં આવ્યા હતા. જેને લઇ સફાઇ કામદારોએ પાલિકા ઉપર ભારે રોષ વ્યક્ત કરતા સત્તાધિશો સાથે બેઠક થઇ હતી.

જેમાં ગત 6 જાન્યુઆરીએ પ્રમુખ અને ચીફ ઓફીસરે સાત માંગણીઓ પૈકી સહકાર આપવા બાંહેધરી આપી હતી. જેનો અમલ નહિ થતાં કામદારોએ ગાંધી ચિંધ્યા માર્ગે હડતાલ ઉપર ઉતરી આંદોલન શરૂ કર્યુ છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code