આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, ધાનેરા (અંકુર ત્રિવેદી)

બનાસકાંઠા જીલ્લામાં તીડ આક્રમણને લઇ સમગ્ર તંત્ર ભારે કવાયતમાં લાગ્યુ છે. જેમાં તીડથી સૌથી વધુ પ્રભાવિત વિસ્તારોમાં મશીનોની અપુર્તતાને લઇ ફાયર ફાઇટરનો સહારો લેવામાં આવ્યો છે. ફાયર ફાઇટરમાં પાણીને બદલે દવા ભરી તીડ ઉપર મારો શરૂ કરવામાં આવ્યો છે. ભારેખમ ફાઇટરથી તીડ ઉપર દવાનો છંટકાવ કરવાની મથામણ વચ્ચે કલેક્ટર સહિતની ટીમ દોડી આવી હતી. જીલ્લાના પાંચ તાલુકાના સાત ગામો તીડથી વધુ અસરગ્રસ્ત છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

બનાસકાંઠા જીલ્લાના ધાનેરા પંથકમાં તીડ આક્રમણ સામેની તંત્રની ગતિવિધિને લઇ જાત તપાસમાં કલેક્ટર દોડી આવ્યા હતા. આ દરમ્યાન કરોડોની સંખ્યામાં તીડ નાથવા દવાનો છંટકાવ કરતા મશીનો અપુરતા સાબિત થયા છે. આથી તાત્કાલિક અસરથી આગ ઓલવતું ફાયર ફાઇટર બોલાવી દવાનો મારો શરૂ કરવામાં આવ્યો છે. ફાયર ફાઇટરમાં પાણીને બદલે દવા ભરીને પાઇપ મારફત તીડ ઉપર હુમલો શરૂ કરવામાં આવ્યો છે. દવાના ડોઝને પગલે તબક્કાવાર તીડનો નાશ થઇ રહ્યો છે. જોકે ઝડપથી તીડનો નાશ નહિ થતાં ખેડુતોના ઉભા પાક સંકટની ઘડી વચ્ચેથી પસાર થઇ રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code