આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, ધાનેરા (અંકુર ત્રિવેદી)

ધાનેરા તાલુકાના ગામનું તળાવ સુકાઇ જવાનું સામે આવ્યા બાદ ગ્રામજનો હરકતમાં આવ્યા છે. ગ્રામજનો દ્રારા તાત્કાલિક અસરથી ટેન્કરો મંગાવી તળાવમાં પાણી ઠાલવવા મથામણ શરૂ કરવામાં આવી છે. તળાવમાં પાણી આવતા કાચબાઓમાં હલનચલન વધ્યુ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

નોંધનિય છે કે, 4000 જેટલા કાચબાઓ જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા હોવાથી જીવદયા પ્રેમી ભરત કોઠારી સહિતના સ્થાનિક અગ્રણીઓએ તળાવની મુલાકાત કરી હતી. આ સાથે તેમને માંગ પણ કરી હતી કે, તંત્ર દ્રારા સિપુડેમની પાઇપપાઇન મારફતે પાણી છોડવામાં આવે.

બનાસકાંઠા જીલ્લાના ધાનેરા તાલુકાના રામપુરા છોટા ગામે ઉનાળાની શરૂઆતમાં જ તળાવ સુકાઇ ગયુ હોવાનો અહેવાલ અટલ સમાચારે પ્રસિધ્ધ કર્યો હતો. જોકે આજે બપોરના સમયે ગ્રામજનો દ્રારા ટેન્કરો મંગાવી અને તળાવમાં પાણી ઠાલવવા મથામણ આદરી છે.

તળાવમાં પાણી આવતાં કાચબાઓમાં હલનચલન વધ્યું હતુ. નોંધનિય છે કે, સિપુડેમની પાઇપલાઇન ગામમાં આ તળાવમાં મુકેલી હોવાથી જો તંત્ર દ્રારા સિપુ ડેમનું પાણી છોડવામાં આવે તો કાચબાઓનો જીવ બચી શકે તેમ છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code