આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, ધનસુરા

ધનસુરામાં વધુ એક વ્યક્તિનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે. ધનસુરાના છેવડિયા ગામે 40 વર્ષના મહિલા કોરોનાની ઝપેટમાં આવ્યા હતા. જણાવી દઈએ કે, આ મહિલા લોકડાઉન દરમ્યાન અમદાવાદના નરોડા વિસ્તારમાં આવ્યા હતા. તે સમયે આરોગ્ય વિભાગે તેમને ક્વોરન્ટાઈન કરી વાત્રક આઈસોલેશનમાં દાખલ કર્યા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અરવલ્લીમાં અત્યાર સુધી કોરોનના કુલ 2 પોઝિટીવ કેસ નોંધાયા છે અને 1 નું મોત થયું છે. જ્યારે ધનસુરા આરોગ્ય વિભાગ દ્વારા છેવાડિયા ગામને ક્લસ્ટર ક્વોરન્ટાઈન કરી દેવામાં આવ્યો છે. ભિલોડા તાલુકાના સરહદ વિસ્તારમાં આવેલ કુશાલપુરા ગામના 70 વર્ષિય વૃધ્ધા કોરોના વાયરસથી સંક્રમીત થયા બાદ મોત ની૫જતાં તાલુકા પંથકમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, આ પોઝીટીવ કેસને લઈ તકેદારીના ભાગરૂપે ભિલોડા નગરને આગામી 3 દિવસ સુધી સજ્જડ બંધ રાખવા સર્વાનુમત્તે તમામ એશોસીયેશન દ્વારા નિર્ણય લેવાયો હતો અને ભિલોડામાં પ્રવેશવાના તમામ માર્ગો બંધ કરી દેવાયા છે. આ નિર્ણયને પગલે શુક્રવારે ભિલોડામાં સજ્જડ બંધ રખાયું હતું. જોકે જરૂરતંમદોને દૂધ અને દવા મળી રહે તેવું આયોજન કરાયું હતું.

આ સાથે તકેદારીના ભાગરૂપે ભિલોડા નગરમાં સેવારત વેપારી એશોસીયેશન સહિત તમામ એશોસીયેશન દ્વારા નગરને 17 એપ્રિલથી 19 એપ્રિલ સુધી સંદ્દતર બંધ રાખવાનો નિર્ણય કરાયો હતો. વિવિધ એશોસીયેશનોના આ નિર્ણયને પગલે ગામના તમામ પ્રવેશદ્વારો બંધ કરી દેવાયા હતા અને શાકભાજીથી માંડી કરીયાણું અને ફળ ફળાદિના વિતરણ ઉપર રોક લગાવી દેવાઈ હતી. શુક્રવારના રોજ ભિલોડા જડબેસલાક બંધ રહયું હતું. ભિલોડાના અગ્રણીઓના જણાવ્યા મુજબ આ ૩ દિવસના બંધ દરમ્યાન જરૂરિયાતમંદોને દવા અને દૂધનું વિતરણ જરૂરી તકેદારી સહિત કરવામાં આવનાર છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code