દોડધામ@ધરમપુર: બકરીનું મારણ કરી ફરાર દિપડો આખરે પાંજરે પુરાયો, રેન્જ ફોરેસ્ટની કામગીરી

 
ધરમપુર્
 નવેમ્બરે વન્ય પ્રાણી સંભવિત દિપડો પકડવા પાંજરૂ મૂકવામાં આવ્યું હતુ

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી 


ધરમપુર તાલુકામાં અવારનવાર વન્ય પ્રાણીઓની અવરજવર રહેણાંક વિસ્તારમાં થતી હોવાનું સામે આવતું રહ્યું છે. જેમાં ગત 7 નવેમ્બરે હનમતમાળ ફોરેસ્ટ રેન્જ હેઠળ દિપડો દેખા દીધો, પાંજરૂ ગોઠવ્યું અને આખરે નર દિપડો પાંજરે પુરાયો હોવાનો ઘટનાક્રમ સામે આવ્યો છે. આ દિપડો પાંજરે પુરાયો એ પહેલાં માલિકીની બકરીનું મારણ થયું હોવાનું પણ બહાર આવ્યું છે. રેન્જ ફોરેસ્ટની ટીમે સતત 5 દિવસ વોચ ગોઠવી ત્યારે ગત મોડી રાત્રિએ દિપડો પકડાઇ ગયો હતો. જાણીએ સમગ્ર અહેવાલ.


વલસાડ વનવિભાગની હનમતમાળ ફોરેસ્ટ રેન્જ કચેરીને રહેણાંક એરિયામાં દિપડો ફરી રહ્યો હોવાની જાણ થઈ હતી. હનમતમાળ ગામના મોહપાડા ફળિયામાં રહેતા જયેશભાઇ લક્ષુભાઇ મોકાશીના ઘરે બકરીનું વન્ય પ્રાણી દ્રારા મારણ થયું હતુ. જેની જાણ આધારે અને ઘટના બાબત અરજી આધારે રેન્જ ફોરેસ્ટ ઓફિસર સહિતની ટીમે ગત 7 નવેમ્બરે વન્ય પ્રાણી સંભવિત દિપડો પકડવા પાંજરૂ મૂકવામાં આવ્યું હતુ. સતત 5 દિવસની ભારે જહેમત બાદ નર જાતિનો અને સરેરાશ 3થી 4 વર્ષનો દિપડો અચાનક પાંજરે પુરાઇ ગયો હતો. દિપડો પાંજરે પુરાઈ ગયા બાદ હનમતમાળ ફોરેસ્ટ દ્વારા દિપડાને સુરક્ષિત રીતે રેન્જ લાવી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.