આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, દિયોદર (કિશોર નાયક)

કોરોના વાયરસને લઇ બનાસકાંઠા જીલ્લાને રેડ ઝોનમાં મુકવામાં આવ્યો છે. આજે બનાસકાંઠા જીલ્લામાં નવા 7 કેસ સામે આવતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી છે. આ તરફ દિયોદરમાં પણ બહારથી આવેલા લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો છે. જેમાં દિયોદર આરોગ્ય અધિકારી, મેડિકલ ઓફીસર, લેબોરેટરી ટેકનીશિયન સહિતના દ્રારા કોરોના ટેસ્ટની તજવીજ હાથ ધરવામાં આવી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લામાં આજે કોરોના વાયરસના 7 કેસ પોઝિટીવ આવતા આરોગ્ય તંત્રમાં દોડધામની સ્થિતિ બની છે. દિયોદરમાં પણ બહારથી આવેલા લોકોની આરોગ્ય ચકાસણી કરી અને તમામનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં ફાફરાળી 1, સોની 2, આરતી નગર 1, ધરણીધર 1, કોટડા (ફોરણા)2, પાલડી 1, સુરાણા 2, સુરત 2, અમદાવાદ 7 અને સાબરકાંઠામાં 1 લોકો આવ્યા હતા.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, બહારથી આવેલા તમામ લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જોકે દિયોદરમાં શરૂઆતમાં લોકો લોકડાઉનનું કડક પાલન કરતા હતા. પરંતુ હવે પંથકમાં પોઝિટીવ કેસો આવતા લોકોએ વધારે સજાગ રહેવાની જરૂર છે. દિયોદરમાં આજે બહારથી આવેલા લોકોના કોરોના ટેસ્ટ લીધા બાદ રીપોર્ટની રાહ જોવાઇ રહી છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code