દોડધામ@ગાંધીનગર: પરિપત્રમાં સુધારા સામે બિનઅનામત વર્ગ લાલઘૂમ

અટલ સમાચાર,ગાંધીનગર ગુજરાત સરકાર માટે એક સાંધે ત્યાં તેર તુટે જેવી સ્થિતિ ઉભી થઇ છે. ગઇકાલે એલઆરડી ભરતીના પરિપત્ર મામલે ઠરાવ સુધારાની વાત કબુલ્યા બાદ બિનઅનામત વર્ગમાં આક્રોશ સ્થિતિ યથાવત છે. જેને લઇ હવે લોકરક્ષક દળમાં બિન અનામત વર્ગની પાસ થયેલી યુવતીઓએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી છે. યુવતિઓએ અરજી કરીને રાજ્ય સરકાર પાસે નિમણૂંક પત્રની
 
દોડધામ@ગાંધીનગર: પરિપત્રમાં સુધારા સામે બિનઅનામત વર્ગ લાલઘૂમ

અટલ સમાચાર,ગાંધીનગર

ગુજરાત સરકાર માટે એક સાંધે ત્યાં તેર તુટે જેવી સ્થિતિ ઉભી થઇ છે. ગઇકાલે એલઆરડી ભરતીના પરિપત્ર મામલે ઠરાવ સુધારાની વાત કબુલ્યા બાદ બિનઅનામત વર્ગમાં આક્રોશ સ્થિતિ યથાવત છે. જેને લઇ હવે લોકરક્ષક દળમાં બિન અનામત વર્ગની પાસ થયેલી યુવતીઓએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી છે. યુવતિઓએ અરજી કરીને રાજ્ય સરકાર પાસે નિમણૂંક પત્રની માંગણી કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

તાજેતરમાં થયેલી એસઆરડી ભરતીમાં ઠરાવ બાબતે ઠેર-ઠેર વિરોધ અને સમર્થનની સ્થિતિ ઉભી થઇ છે. જોકે ગઇકાલે રાજ્ય સરકારે આ ઠરાવામાં સુધારા કરવાની ખાત્રી આપતા જ મામલો બિચક્યો છે. લોકરક્ષક દળમાં બિન અનામત વર્ગની પાસ થયેલી 254 યુવતીઓએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી રાજ્ય સરકાર પાસે નિમણૂંક પત્રની માંગણી કરી છે. તો બીજી તરફ અનામત વર્ગની મહિલાઓ પણ પરિપત્ર રદ્દ કરાવવાની માંગ ઉપર અડગ છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, 1578 પૈકીની માત્ર 254 યુવતીઓએ હાઈકોર્ટમાં પિટિશન કરીને સરકાર પાસે તાત્કાલિક નિમણૂંક પત્ર અપાવવા માટે અરજી કરી છે. આજે ગાંધીનગરમાં બિનઅનામત વર્ગની મહિલાઓ પણ મોટી સંખ્યામાં એકઠી થઇ છે. આ ચિંતન શિબિરમાં બિન અનામત વર્ગના આગેવાનોએ ઉપસ્થિત રહી લડત આદરી છે.