આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા

દેશભરના કૃષિબિલનો વિરોધ વચ્ચે અગાઉ રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ ખેડૂતો પર કરેલી ટીપ્પણીને લઇ મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં પહેલાં પંજાબના ખેડૂતે માનહાનિ બાબતે નોટીસ આપ્યા બાદ હવે “આપ” પાર્ટી દ્રારા પણ નોટીસ આપવામાં આવી હોવાની વાત સામે આવી છે. “આપ” પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષે ડેપ્યુટી સીએમને નોટીસ મોકલી આપતાં ખળભળાટ મચી ગયો છે. જેમાં તેમણે અગાઉ ખેડૂત આંદોલન પર કરેલી ટીપ્પણી બાબતે માફી માંગવા જણાવાયુ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ દ્રારા લીગલ નોટીસ ફટકારવામાં આવી છે. અગાઉ નીતિન પટેલે એક કાર્યક્રમમાં ખેડૂતો માટે અપમાનજનક ટીપ્પણી કરી હોવાનો આધાર લઇ આ નોટીસ આપવામાં આવી છે. નીતિન પટેલ અગાઉ ખેડૂતોને “એન્ટી નેશનલ એલીમેન્ટ્સ” દ્વારા આંદોલનમાં ફંડિંગ કરાઈ રહ્યું છે તેવું નિવેદન આપી ચુક્યા છે. આ સાથે ખેડૂત આંદોલનમાં આતંકવાદી, ખાકીસ્તાની, જાતિવાદી અને પ્રો ચાઇનાના લોકો સામેલ હોવાનું પણ કહી ચુક્યા છે. જેને લઇ પંજાબના ખેડૂતે અગાઉ લીગલ નોટીસ આપી હતી.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ ભેમાભાઇ ચૌધરીએ નીતિન પટેલને લીગલ નોટીસ મોકલી આપી છે. ભેમાભાઇ ચૌધરીએ નીતિન પટેલને તાત્કાલિક અગાઉના નિવેદનો બદલ માફી માંગવા અને પોતાનું પદ છોડવાની માંગ કરી છે. નોંધનિય છે કે, છેલ્લાં 45 દિવસથી સિંધુ-દિલ્હી બોર્ડર પર કૃષિકાયદા પરત લેવા ખેડૂતો “શહીદ ક્રાંતિ “કરી રહ્યા છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code