આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર, હારીજ

લોકડાઉન વચ્ચે હારીજ તાલુકાના જંગલ વિસ્તારમાં આજે બપોરે ગરમીને કારણે ભયંકર આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે. વન વિભાગના 400 એકરમાં પથરાયેલા જંગલમાં ભીષણ આગથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાને લઇ ગ્રામજનો દ્રારા તાત્કાલિક અસરથી આગ બુઝાવવાનો પ્રયાસ હાથ ધર્યો છે. ઘટનાને લઇ હારીજ પ્રાંત અને મામલતદાર ઘટના સ્થળે પહોંચ્યા હતા. જોકે સ્થાનિક સુત્રોના જણાવ્યાનુસાર હારીજ પાલિકાનું ફાયર ફાઇટર શોભાના ગાંઠીયા સમાન બન્યુ હોવાનું ચિત્ર સામે આવ્યુ છે.

  અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લાના હારીજ તાલુકાના રસુલપુરા ગામથી જોડતા જંગલમાં ભયંકર આગની ઘટના સામે આવી છે. આજે બપોરના સમયે ગરમીને કારણે જંગલમાં આગ લાગી હતી. વન વિભાગના 400 એકરમાં પથરાયેલા જંગલમાં આગને કારણે વૃક્ષો ભસ્મિભૂત થયા હોવાનું સામે આવ્યુ છે. ઘટનાને લઇ ગ્રામજનો સહિતના આગ બુઝાવવા પ્રયાસો હાથ ધર્યા હતા. આ તરફ હારીજ પાલિકાનું ફાયર ફાઇટર શોભાના ગાંઠીયા સમાન હોવાનું સામે આવ્યુ છે. ઘટનાને લઇ હારીજ પ્રાંત અને મામલતદાર ઘટના સ્થળે પહોંચ્યા હતા.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code