આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, કાંકરેજ (રામજી રાયગોર)

કાંકરેજ પંથકમાં અચાનક છેલ્લા કેટલાક દિવસોથી ખેડુતોના બોરનું ચેકિંગ શરૂ કરવામાં આવ્યુ છે. વિજ કં૫નીની ટીમ ખેતરે પહોંચી ખેડુતને બોર ચાલુ કરાવી લોડ ચેક કરે છે. જેમાં મોટાભાગના ખેડુતોને હાલના વિજ લોડ સામે તપાસ બાદ ફેરફાર આવતો હોઇ લોડ વધારાની નોટીસ અપાઇ છે. જેમાં સપ્ટેમ્બરના અંત સુધી સ્વૈચ્છિક યોજના અંતર્ગત વિજ લોડમાં વધારાની અરજી કરી દેવા કહેતાં ખેડુતોમાં રોષ અને દોડધામ મચી ગઇ છે.

બનાસકાંઠા જીલ્લાના કાંકરેજ તાલુકાના ગામોમાં ઉત્તર વિજ કંપની દ્રારા ખેડુતોના બોર ઉપર તપાસ હાથ ધરવામાં આવી છે. સરકારની સ્વૈચ્છિક યોજના અંતર્ગત છેલ્લા ચાર મહિનાથી વિજ લોડ વધારાની અરજી સ્વિકારવામાં આવી રહી છે. જેમાં શિહોરી પંથકમાંથી ખેડુતોની અરજી નહિ આવતા વિજ કંપની દ્રારા બોર ઉપર લોડનો વપરાશ કેટલો છે તેને લઇ તપાસ શરૂ કરવામાં આવી છે.

swaminarayan
advertise

વિજ લોડના ચેકિંગ દરમ્યાન ખેડુતો છેલ્લા કેટલાક સમયથી બોર બંધ હોઇ અને વપરાશ પણ નહિવત હોવાની વાત કરી રહ્યા છે. આ દરમ્યાન વિજ કંપની દ્રારા બંધ બોર ચાલુ કરાવી લોડમાં વધારો જરૂરી છે કે નહિ તેની તપાસ કરતાં ખેડુતો મુંઝવણમાં મુકાયા છે. સમગ્ર મામલે અનેક ખેડુતોને વિજ લોડ વધારે હોવાથી નોટીસ આપી અરજી કરવા જણાવવામાં આવતા કૃષિપાકની અનેક ચિંતાઓ વચ્ચે ખેડુતો ભિંસમાં મુકાયા છે.

શું છે વિજ લોડની હકીકત ?

સુત્રોએ જણાવ્યુ હતુ કે, ખેડુતોએ બોર માટે અગાઉ લીધેલા વિજ કનેક્શનમાં ચોક્કસ લોડની વિગતો આપી હતી. જેમાં છેલ્લા કેટલાક સમયથી માંગેલ વિજભાર સામે વધુ લોડ હોવાનું વિજ કંપનીને ધ્યાને આવ્યુ છે. હાલના વિજ લોડ સામે વપરાશમાં આવતો વિજ લોડ વધારે હોવાથી વિજ કંપની ડીપી બળી જતી હોવાની દલીલ કરે છે. આથી ખેડુતોને દંડ રકમ ભર્યા વગરની સાદી નોટીસ આપી વિજ લોડનો વધારો માંગી લેવા વિજ કંપની સમજાવી રહી છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code