દોડધામ@કાંકરેજ: શિક્ષક-આચાર્ય વચ્ચે ઝઘડો, ગામલોકોએ શાળાને માર્યુ તાળું

અટલ સમાચાર,સુઇગામ(દશરથ ઠાકોર) કાંકરેજ તાલુકાના ગામે અગાઉ શિક્ષકે પોતાની જ શાળાના આચાર્ય ઉપર હુમલો કર્યાની ઘટના સામે આવી હતી. શિક્ષક અને આચાર્ય વચ્ચે ટકરાવની સ્થિતિથી શિક્ષણકાર્ય ઉપર અસર થતી હોઇ ગામલોકોએ શાળાને તાળું મારી દેતાં ખળભળાટ મચી ગયો છે. શિક્ષકે મધ્યાહન ભોજનની મહિલાને મદદ કરવા અગાઉ આચાર્ય ઉપર હુમલો કર્યો હોવાનો આક્ષેપ સામે આવ્યો છે.
 
દોડધામ@કાંકરેજ: શિક્ષક-આચાર્ય વચ્ચે ઝઘડો, ગામલોકોએ શાળાને માર્યુ તાળું

અટલ સમાચાર,સુઇગામ(દશરથ ઠાકોર)

કાંકરેજ તાલુકાના ગામે અગાઉ શિક્ષકે પોતાની જ શાળાના આચાર્ય ઉપર હુમલો કર્યાની ઘટના સામે આવી હતી. શિક્ષક અને આચાર્ય વચ્ચે ટકરાવની સ્થિતિથી શિક્ષણકાર્ય ઉપર અસર થતી હોઇ ગામલોકોએ શાળાને તાળું મારી દેતાં ખળભળાટ મચી ગયો છે. શિક્ષકે મધ્યાહન ભોજનની મહિલાને મદદ કરવા અગાઉ આચાર્ય ઉપર હુમલો કર્યો હોવાનો આક્ષેપ સામે આવ્યો છે. સમગ્ર ઘટનાક્રમને લઇ શિક્ષણાધિકારી વિગતો લઇ ડીપીઇઓ સમક્ષ પહોંચ્યાં છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

દોડધામ@કાંકરેજ: શિક્ષક-આચાર્ય વચ્ચે ઝઘડો, ગામલોકોએ શાળાને માર્યુ તાળું

બનાસકાંઠા જીલ્લાના કાંકરેજ તાલુકાની ખોડા પ્રાથમિક શાળાને આજે ગામલોકોએ ભેગા મળી તાળાબંધી કરી દેતાં ચકચાર મચી ગઇ છે. છેલ્લા કેટલાક દિવસોથી શાળાના આચાર્ય અને વ્યાયામ શિક્ષક વચ્ચે તણાવ ઉભો થયો છે. આચાર્ય પર શિક્ષકે હુમલો કર્યાની ઘટના બાદ શિક્ષણકાર્ય અસરગ્રસ્ત થઇ રહ્યુ હોઇ ગામલોકો નારાજ બન્યા છે. પરિસ્થિતિ થાળે પાડવા ગામલોકોએ આચાર્ય અને શિક્ષકની બદલી કરાવવા માંગ કર્યા બાદ ઝડપથી સંતોષ નહિ મળતાં તાળાબંધી કરી છે.

દોડધામ@કાંકરેજ: શિક્ષક-આચાર્ય વચ્ચે ઝઘડો, ગામલોકોએ શાળાને માર્યુ તાળું

સુત્રોએ જણાવ્યુ હતુ કે, શિક્ષક અને આચાર્ય વચ્ચે ઝઘડાના કારણમાં એક મહિલાનું નામ પણ સામે આવ્યુ છે. મધ્યાહન ભોજનની મહિલા સંચાલકને વહીવટી બાબતે મદદરૂપ થવા શિક્ષકે પોતાની ઉપર હુમલો કર્યાનો આક્ષેપ આચાર્ય જગમાલ જોશીએ કર્યો છે. મધ્યાહન ભોજનમાં વધુ સંખ્યા લખવા હુમલાખોર શિક્ષકે દબાણ લાવી નહિ માનતા રસ્તા વચ્ચે ગાડી રોકી માર માર્યો હોવાનો સનસનીખેજ આક્ષેપ કર્યો છે. ઘટનાને પગલે ગામમાં શિક્ષણકાર્ય ભારે મુંઝવણ વચ્ચે આવી જતા ગામલોકોએ બંનેની તાત્કાલિક અસરથી બદલી કરવા તાળાબંધીનો કાર્યક્રમ આપી દીધો છે.