દોડધામ@કાંકરેજ: આગેવાનોએ તંત્ર માટે ગેરકાનુની ખનન વિરૂધ્ધ તૈયારી બતાવી

અટલ સમાચાર, કાંકરેજ કાંકરેજ તાલુકાના લીઝ ધારકો દ્રારા બનાસ લીઝ એસોસિએશન બનાવવાની કવાયત હાથ ધરવામાં આવી છે. જેને લઇ તાલુકાના લીઝ ધારકોની અરણીવાડા ખાતે મીટીંગ યોજાઇ હતી. જેમાં મોટી સંખ્યામાં લીઝ ધારકો ઉમટી પડ્યા હતા. જેમાં સરકારી ધારાધોરણ સિવાય રાત્રે રેતી ખનન કરતા હોય તેવા લોકો પાસે એસોસિએશન દ્રારા દંડ વસુલી અને ગુનેગારો સામે કાર્યવાહી
 
દોડધામ@કાંકરેજ: આગેવાનોએ તંત્ર માટે ગેરકાનુની ખનન વિરૂધ્ધ તૈયારી બતાવી

અટલ સમાચાર, કાંકરેજ

કાંકરેજ તાલુકાના લીઝ ધારકો દ્રારા બનાસ લીઝ એસોસિએશન બનાવવાની કવાયત હાથ ધરવામાં આવી છે. જેને લઇ તાલુકાના લીઝ ધારકોની અરણીવાડા ખાતે મીટીંગ યોજાઇ હતી. જેમાં મોટી સંખ્યામાં લીઝ ધારકો ઉમટી પડ્યા હતા. જેમાં સરકારી ધારાધોરણ સિવાય રાત્રે રેતી ખનન કરતા હોય તેવા લોકો પાસે એસોસિએશન દ્રારા દંડ વસુલી અને ગુનેગારો સામે કાર્યવાહી કરવાનું નક્કી કરવામાં આવ્યુ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના કાંકરેજ તાલુકાના અરણીવાડા ખાતે લીઝ ધારકોની મહત્વની બેઠક યોજાઇ હતી. જેમાં કલેક્ટરના જાહેરનામાનો ભંગ કરતા ઇસમો સામે કાર્યવાહી કરવા માટે બનાસ લીઝ એસોસિએશન બનાવવાનુ નક્કી કરવામાં આવ્યુ છે. આ પ્રસંગે પૂર્વ પ્રમુખ મફાજી સોલંકી, નિરુભા વાઘેલા, ગોબરસિંહ સોલંકી, ચરણ સિંહ વાઘેલા સહિત મોટી સંખ્યામાં લીઝ ધારકો ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે નિર્ણય લઈ ડીસા તાલુકા લીઝ ધારકોની મુલાકાત માટે રવાના થયા હતા.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, કલેક્ટરના જાહેરનામા મુજબ સવારે વહેલા 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીમાં જ રેતી ભરી અવર જવર કરવાનો નિયમ છે. તેમ છતાં અમુક લોકો રાત્રે રેતી ખનન કરતા હોવાથી હવે એસોસિએશન આ લોકો સામે પગલાં લેશે. આ સાથે આવા લોકો પાસેથી દંડ વસુલી એસોસિયેશન દ્વારા દંડ વસૂલ કરીને નિયમ વિરુદ્ધ ગેરકાયદેસર પ્રવૃતિ માટે પાલનપુર ખાણખનીજ વિભાગ, વિજિલન્સ વિભાગ અને ફલાઈંગ સ્કવોર્ડને જાણ કરી તાત્કાલિક અસરથી જેતે ગુનેગાર સામે કાર્યવાહી કરવાની ગતિવિધિ હાથ ધરાશે.