દોડધામ@ખેરાલુ: સરકારી કચેરીઓ વિસ્તાર બફર ઝોન હેઠળ, આવાજાહી બંધ

અટલ સમાચાર,મહેસાણા મહેસાણા માં ગઇકાલે કોરોના વાયરસનાં ૨૧ કેસ નોંધાતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી છે. જેમાં ખેરાલુ શહેરી વિસ્તારમાં કોરોના વાયરસના એક દર્દી નોધાયેલ છે. જેથી ભારત સરકારની કોવિડ 19 ને લગતી ગાઇડલાઇન અનુસાર પોઝિટિવ કેસના રહેણાંક વિસ્તાર કન્ટેમર ઝોન તરીકે જાહેર કરી આરોગ્ય વિષયાંક કામગીરી એક્ટીવ સર્વેલર કામગીરી કરવાની થતી હોય છે. જેને
 
દોડધામ@ખેરાલુ: સરકારી કચેરીઓ વિસ્તાર બફર ઝોન હેઠળ, આવાજાહી બંધ

અટલ સમાચાર,મહેસાણા

મહેસાણા માં ગઇકાલે કોરોના વાયરસનાં ૨૧ કેસ નોંધાતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી છે. જેમાં ખેરાલુ શહેરી વિસ્તારમાં કોરોના વાયરસના એક દર્દી નોધાયેલ છે. જેથી ભારત સરકારની કોવિડ 19 ને લગતી ગાઇડલાઇન અનુસાર પોઝિટિવ કેસના રહેણાંક વિસ્તાર કન્ટેમર ઝોન તરીકે જાહેર કરી આરોગ્ય વિષયાંક કામગીરી એક્ટીવ સર્વેલર કામગીરી કરવાની થતી હોય છે.   જેને લઇ ખેરાલુમાં સરકારી કચેરી નો વિસ્તાર બફર એરિયા જાહેર કરાયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જિલ્લાના ખેરાલુ શહેરમાં કોરોના વાયરસ ને લઇ સરકારી કચેરીઓ સહિત નો વિસ્તાર બફર એરિયા જાહેર કરાયો છે. ખેરાલુ પોલીસ લાઇનમાં ચૌધરી અલ્પિતા બાબુભાઇને કોરોના પોઝિટિવ નોંધાયેલ છે. તેમજ વધુ કેસો થવાની શક્યતા નજરે અને તેના આગોતરા આયોજન સરકાર દ્રારા એક્શન પ્લાન ફોર ક્લસ્ટર કન્ટેનમેન્ટ બનાવી તે મુજબ કામગીરી થતી હોય ખેરાલુ તથા આ વિસ્તારના ઉત્તરે વાલ્મિક વારા ભુધવાડો, કુભારવાડા, પૂર્વે જુની મામલતદાર કચેરી પોલીસ સ્ટેસન નગરપાલિકા કચેરી, તાલુકા પંચાયત. કોર્ટકંપાઉન્ડ, પશ્રિમે બલોચવારા, દક્ષિણે સિધ્ધીવાડા ખુવાવડ વારાને બફર ઝોન તરીકે જાહેર કરાયો છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, જાહેરનામાંના ભંગ બદલ ભારત સરકાર દ્રારા જાહેર કરવામાં આવેલ વાયરસ નિયત્રણમાં રાખવા સુચનાઓની અવગણાના કરવા બદલ તેઓ વિરૂધ્ધ ડીજાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005ની કલમ 51 થી 60 મુજબને કાનુની કાર્યવાહી ફરજિયાતપણે કરવાની ફરજ પડશે. તેમજ ભારતીય દંડસંહિતાની કલમ 188 મુજબ પણ કાર્યવાહી કરવામાં આવશે.