દોડધામ@મહેસાણા: મંજૂર કહી પાલિકા પ્રમુખે મિનીટોમાં સભા આટોપી, થયો હોબાળો

અટલ સમાચાર, મહેસાણા કોરોનાના કહેર વચ્ચે આજે મહેસાણા પાલિકાની સાધારણ સભા મળી હતી. જેમાં વિકાસના કામોની ચર્ચા શરૂ થતાં વિપક્ષી કોંગ્રેસે સવાલોની ઝડી વરસાવી હતી. આ દરમ્યાન અચાનક એજન્ડા લગત પાલિકા પ્રમુખે મંજૂર-મંજૂર કહીને સભા આટોપી લીધી હતી. વિગતે ચર્ચા અને અભિપ્રાય લેવાને બદલે ગણતરીની મિનીટોમાં સભા પૂર્ણ થઇ જતાં કોંગ્રેસી નગરસેવકો ચોંકી ઉઠ્યા હતા.
 
દોડધામ@મહેસાણા: મંજૂર કહી પાલિકા પ્રમુખે મિનીટોમાં સભા આટોપી, થયો હોબાળો

અટલ સમાચાર, મહેસાણા

કોરોનાના કહેર વચ્ચે આજે મહેસાણા પાલિકાની સાધારણ સભા મળી હતી. જેમાં વિકાસના કામોની ચર્ચા શરૂ થતાં વિપક્ષી કોંગ્રેસે સવાલોની ઝડી વરસાવી હતી. આ દરમ્યાન અચાનક એજન્ડા લગત પાલિકા પ્રમુખે મંજૂર-મંજૂર કહીને સભા આટોપી લીધી હતી. વિગતે ચર્ચા અને અભિપ્રાય લેવાને બદલે ગણતરીની મિનીટોમાં સભા પૂર્ણ થઇ જતાં કોંગ્રેસી નગરસેવકો ચોંકી ઉઠ્યા હતા. આથી ભારે ગરમાગરમી વચ્ચે પ્રમુખની ગેરહાજરીમાં કોંગ્રેસે અધ્યક્ષપદ મેળવી સભા યથાવત રાખી હતી. જોકે પોલીસ આવી જતાં આખરે મુલતવી રહ્યુ હતુ.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા નગરપાલિકાની સાધારણ સભામાં આજે ચોંકાવનારો ઘટનાક્રમ સામે આવ્યો છે. ચુંટાયેલી કોંગ્રેસી ટીમ વચ્ચે રાજકીય આંટીઘુંટીમાં ભાજપના નગરસેવક પ્રમુખપદે અધ્યક્ષસ્થાને આવી સભા શરૂ થઇ હતી. જેમાં કોંગ્રેસે કેટલાક મુદ્દાઓ ઉપર પ્રશ્નોત્તરી શરૂ કરતાં પ્રમુખ નવિન પરમારે એજન્ડા લગતના કામો મંજૂર થઇ ગયા-મંજૂર થઇ ગયા હોવાનું ઉચ્ચારણ કરી બેઠક પૂર્ણ જાહેર કરી હતી. ચર્ચાને બદલે પળવારમાં બેઠક પુર્ણ થતાં કોંગ્રેસી સભ્યો હરકતમાં આવ્યા હતા. આથી કોંગ્રેસના પાલિકાના પૂર્વ પ્રમુખ ઘનશ્યામ સોલંકીએ અધ્યક્ષ સ્થાન મેળવી ચીફ ઓફીસરને સભા યથાવત રાખવા જણાવ્યુ હતુ.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, ભાજપી નગરસેવકોની પાતળી બહુમતી વચ્ચે આજે સત્તાની સાંઠમારી સપાટી પર આવી હતી. પાલિકા પ્રમુખ સહિતના ભાજપી નગરસેવકો બેઠકમાંથી નીકળી જતાં ચીફ ઓફીસરે પણ ચાલતી પકડી હતી. આથી કોંગ્રેસી નગરસેવકોએ બેઠક યથાવત રાખવા મથામણ આદરી હોઇ ઘડીભર હોબાળો મચી ગયો હતો. આ દરમ્યાન અચાનક પોલીસ કર્મચારીઓ આવી જતાં સભા પૂર્ણ કરાવવા લગત કાયદો અને વ્યવસ્થા માટે દોડધામ કરી હતી. જેની સામે કોંગ્રેસી સભ્યોએ અત્યંત નારાજગી વ્યક્ત કરી ભાજપના સત્તાધિશો સામે ગંભીર આક્ષેપો કર્યા હતા.

દોડધામ@મહેસાણા: મંજૂર કહી પાલિકા પ્રમુખે મિનીટોમાં સભા આટોપી, થયો હોબાળો