દોડધામ@મહેસાણા: સંક્રમણનો ફેલાવો ચિંતાજનક, એક જ દિવસમાં 46 કેસ

અટલ સમાચાર, મહેસાણા મહેસાણામાં આજે કોરોના વિસ્ફોટ થયો હોય તેમ દિવસ દરમ્યાન કુલ 46 દર્દીઓ ઉમેરાયા છે. કોરોના સંક્રમણ હવે રોકેટ ગતિએ આગળ વધી રહ્યુ હોય તેમ દરરોજ ડબલ આંકડામાં નવા કેસો સામે આવી છે. આજે સાંજના સમયે જીલ્લામાં એકસાથે નવા 34 નવા દર્દીઓ ઉમેરાયા બાદ મોડીસાંજે બીજા 12 દર્દીઓનો કોરોના રીપોર્ટ ખાનગીલેબમાં પોઝિટીવ આવતાં
 
દોડધામ@મહેસાણા: સંક્રમણનો ફેલાવો ચિંતાજનક, એક જ દિવસમાં 46 કેસ

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણામાં આજે કોરોના વિસ્ફોટ થયો હોય તેમ દિવસ દરમ્યાન કુલ 46 દર્દીઓ ઉમેરાયા છે. કોરોના સંક્રમણ હવે રોકેટ ગતિએ આગળ વધી રહ્યુ હોય તેમ દરરોજ ડબલ આંકડામાં નવા કેસો સામે આવી છે. આજે સાંજના સમયે જીલ્લામાં એકસાથે નવા 34 નવા દર્દીઓ ઉમેરાયા બાદ મોડીસાંજે બીજા 12 દર્દીઓનો કોરોના રીપોર્ટ ખાનગીલેબમાં પોઝિટીવ આવતાં ખળભળાટ મચી ગયો છે. આ સાથે જીલ્લામાં આજે 9 લોકોએ કોરોનાને હરાવતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઉત્તર ગુજરાતના મહેસાણામાં આજે 46 લોકો કોરોના પોઝિટીવ જાહેર થતાં આરોગ્ય તંત્રમાં સંક્રમણની ચેન તોડવા દોડધામ મચી છે. જીલ્લામાં અનલોકમાં મળેલી છૂટછાટને કારણે દરરોજ નવા દર્દીઓનો ઉમેરો થઇ રહ્યો છે. આ તરફ જીલ્લામાં આજે ફરી એકવાર કોરોના વિસ્ફોટ થયો હોય તેમ સાંજના સમયે 34 અને મોડીસાજે બીજા 12 લોકોનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે. તો જીલ્લામાં આજે નવા 9 દર્દીઓ કોરોના સામેની લડત જીતી જતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

દોડધામ@મહેસાણા: સંક્રમણનો ફેલાવો ચિંતાજનક, એક જ દિવસમાં 46 કેસ

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, કોરોનાના એકસાથે નવા 46 કેસ સામે આવતાં આરોગ્ય તંત્રમાં સંક્રમણની ચેન તોડવા દોડધામ મચી છે. આજે સાંજના સમયે મહેસાણા શહેરમાં 6, મહેસાણા તાલુકામાં 1, કડી શહેરમાં 1, કડી તાલુકામાં 1, ઉંઝા શહેરમાં 1, ઉંઝા તાલુકામાં 10, વિસનગર શહેરમાં 9, વિસનગર તાલુકામાં 3, ખેરાલુ તાલુકામાં 1 અને વિજાપુર તાલુકામાં 1 મળી નવા 34 કેસ સામે આવ્યા છે. આરોગ્ય તંત્ર દ્રારા તમામ દર્દીઓના એકદમ નજીકથી અને થોડે દૂરથી સંપર્કમાં આવેલા લોકોની શોધખોળ હાથ ધરાઇ છે.

મોડી સાંજે નોંધાયેલા 12 કેસોની વિગત

આજે મોડી સાંજે મહેસાણા જીલ્લામાં નવા 12 દર્દીઓનો કોરોના રીપોર્ટ ખાનગી લેબમાં પોઝિટીવ આવ્યો હતો. જેમાં મહેસાણા શહેરમાં 4, ઉંઝા શહરેમાં 3, મહેસાણા તાલુકામાં 1, કડી શહેરમાં 1, વિજાપુરમાં 1, વિસનગર શહેરમાં 1, વિજાપુર તાલુકામાં 1 મળી નવા 12 દર્દીઓનો ઉમેરો થતાં જીલ્લામાં આજે દિવસ દરમ્યાન 46 નવા દર્દીઓ કોરોના પોઝિટીવ જાહેર થયા છે.