દોડધામ@મહેસાણા: કોરોના સામે પુર્વ તૈયારી, કલમ-144 લાગુ કરી દેવામાં આવી

અટલ સમાચાર, મહેસાણા મહેસાણામાં કોરોના વાયરસને લઇ તંત્ર દ્રારા તાત્કાલિક અસરથી કલમ-144 લગાવવામાં આવી છે. જેથી હવે જિલ્લામાં જાહેર સ્થળોએ સક્ષમ સત્તાધિકારીની પૂર્વે લેખિત પરવાનગી વગર કોઈપણ પ્રકારના સભા, સરઘસ, સંમેલન, મેળાવળા કે લોકમેળા કે જે પ્રસંગે વિશાળ સંખ્યામાં લોકો એકત્રિત થાય તેવા કોઈ આયોજન કરવા નહીં કે આવા આયોજનમાં વિશાળ સંખ્યામાં લોકોએ હાજર રહેવું
 
દોડધામ@મહેસાણા: કોરોના સામે પુર્વ તૈયારી, કલમ-144 લાગુ કરી દેવામાં આવી

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણામાં કોરોના વાયરસને લઇ તંત્ર દ્રારા તાત્કાલિક અસરથી કલમ-144 લગાવવામાં આવી છે. જેથી હવે જિલ્લામાં જાહેર સ્થળોએ સક્ષમ સત્તાધિકારીની પૂર્વે લેખિત પરવાનગી વગર કોઈપણ પ્રકારના સભા, સરઘસ, સંમેલન, મેળાવળા કે લોકમેળા કે જે પ્રસંગે વિશાળ સંખ્યામાં લોકો એકત્રિત થાય તેવા કોઈ આયોજન કરવા નહીં કે આવા આયોજનમાં વિશાળ સંખ્યામાં લોકોએ હાજર રહેવું નહીં તેવો હુકમ કરવામાં આવ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા વહીવટી તંત્ર દ્રારા કોરોના વાયરસને લઇ જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ છે. ઉત્તર ગુજરાતના પાટણ, બનાસકાંઠા અને અરવલ્લી જીલ્લામાં જાહેરનામા બાદ રાજકીય એપી સેન્ટર મહેસાણામાં પણ કલમ-144 લાગુ કરી દેવામાં આવી છે. જેથી હવે જીલ્લામાં જાહેર સ્થળોએ મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ નહિ શકે. નોવેલ કોરોના વાયરસ ફેલાતો અટકાવવા ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા સમયાંતરે જાહેર કરવામાં આવેલી વિવિધ માર્ગદર્શિકાઓના પગલે કોરોના વાયરસના ઝડપી સંક્રમણની શક્યતાઓ ટાળવા તકેદારીના ભાગરૂપે મહેસાણા વહીવટી તંત્ર દ્વારા લોકોની વધુ અવર-જવર વાળા જાહેર અને ખાનગી સ્થળો પર નિયંત્રણો મુકવામાં આવ્યા છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, મહેસાણા જિલ્લાના તમામ મોલ, મલ્ટીપ્લેક્ષ, સિનેમા અને નાટ્યગૃહ, જીમ, સ્પોર્ટ્સ કોમ્પેલક્ષ, સ્વીમિંગ પુલ, ડાંસ ક્લાસીસ, ગેઈમ ઝોન અનેક્લબ હાઉસતથા જિલ્લાના હદ વિસ્તારમાં આવતા જીમ્નેશિયમ, વોટર પાર્ક, ઓડિટોરીયમ, એમ્યુઝમેન્ટ પાર્ક, પાર્ટી પ્લોટ, મેરેજ હૉલ, લગ્ન વાડી અને રીક્રિએશન ક્લબ કે જ્યાં મોટી સંખ્યામાં લોકોની અવર-જવર થતી હોય તેવા તમામ સ્થળો જાહેર જનતા માટે બંધ રાખવા હુકમ કરવામાં આવ્યો છે. સાથે જ તમામ શૈક્ષણિક સંસ્થાઓ તથા ટ્યુશન ક્લાસ વગેરે સ્થળોએ તમામ પ્રકારનું શૈક્ષણિક કાર્ય બંધ રાખવા જણાવવામાં આવ્યું છે.