દોડધામ@પાલનપુર: અપુરતા પગારથી હડતાલ, છેવટે કર્મચારીએ પીધી દવા

અટલ સમાચાર, ડીસા (અંકુર ત્રિવેદી) પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સેવા આપતા કામદારો છેલ્લા કેટલાક સમયથી નારાજ છે. અપુરતા વેતનને પગલે છેલ્લા ૩ દિવસથી ૮૦ જેટલા સફાઇ કામદારો હડતાલ પર ઉતરી ગયા છે. જેમાં ચાર કામદારોએ માનસિક ભાર વચ્ચે અચાનક ઝેરી દવા પી લેતા દોડધામ મચી ગઇ છે. આપઘાત કરવા જતા કામદારોને તાત્કાલિક અસરથી સારવાર હેઠળ ખસેડવામાં
 
દોડધામ@પાલનપુર: અપુરતા પગારથી હડતાલ, છેવટે કર્મચારીએ પીધી દવા

અટલ સમાચાર, ડીસા (અંકુર ત્રિવેદી) 

પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સેવા આપતા કામદારો છેલ્લા કેટલાક સમયથી નારાજ છે. અપુરતા વેતનને પગલે છેલ્લા ૩ દિવસથી ૮૦ જેટલા સફાઇ કામદારો હડતાલ પર ઉતરી ગયા છે. જેમાં ચાર કામદારોએ માનસિક ભાર વચ્ચે અચાનક ઝેરી દવા પી લેતા દોડધામ મચી ગઇ છે. આપઘાત કરવા જતા કામદારોને તાત્કાલિક અસરથી સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને પગલે કામદારો વધુ ઉગ્ર બની ગયા છે.

દોડધામ@પાલનપુર: અપુરતા પગારથી હડતાલ, છેવટે કર્મચારીએ પીધી દવા

પાલનપુર સ્થિત સિવિલ હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવતા કર્મચારીઓ અપુરતા પગાર સામે ઝઝુમી રહ્યા છે. કામદારોએ આંતરિક ચર્ચાને અંતે ગાંધી ચિંધ્યા માર્ગે લડત શરૂ કરી ઉપવાસ આદર્યા છે. શુક્રવારે હડતાળ પર ઉતરેલા કર્મચારીઓ પૈકી ચાર કર્મચારીઓએ ઝેરી પદાર્થ ગટગટાવતા તબિયત લથડી પડી હતી. જેને પગલે તેઓને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવામાં આવ્યા હતા તે દરમિયાન સિવિલ હોસ્પિટલમાં હડતાળ પર ઉતરેલા અન્ય કર્મચારીઓએ સિવિલ હોસ્પિટલના પરિસરમાં વિરોધ નોંધાવી સૂત્રોચ્ચાર કર્યા હતા.

દોડધામ@પાલનપુર: અપુરતા પગારથી હડતાલ, છેવટે કર્મચારીએ પીધી દવા

સુત્રોએ જણાવ્યુ હતુ કે, કોન્ટ્રાક્ટ એજન્સી કામદારોને નિયત વેતનથી ઓછો પગાર આપતી હોવાનું કારણ સામે આવી રહ્યુ છે. ઘટનાને પગલે સિવિલ હોસ્પિટલ સત્તાધિશો અને કોન્ટ્રાક્ટ એજન્સીના માણસો હરકતમાં આવ્યા હતા. આ દરમ્યાન નારાજ અન્ય કામદારો વેતનને લઇ વધુ નારાજ બની આગળની રણનિતિ નક્કી કરવા મથી રહ્યા છે.

દોડધામ@પાલનપુર: અપુરતા પગારથી હડતાલ, છેવટે કર્મચારીએ પીધી દવા

સિવિલમા દાખલ થયેલા કર્મચારીઓના નામ.

૧.પ્રવિણભાઇ મકવાણા ઉ.વ.૩૦

૨.રામજીભાઇ મકવાણા ઉ.વ.૩૦

૩.મંજુબેન રાઠોડ ઉ.વ.૫૦

૪.રેખાબેન પરમાર ઉ.વ.૪૯