દોડધામ@પાલનપુર: મહિલાઓ પહોંચી કલેક્ટર કચેરી, મનરેગા કૌભાંડની બૂમ

અટલ સમાચાર, પાલનપુર કોરોના મહામારી વચ્ચે પાલનપુર તાલુકાના ગામમાં મનરેગાના કામમાં ગેરરીતિ થઇ હોવાના આક્ષેપ સાથે 70થી વધુ મહિલાઓએ આજે કલેક્ટરને આવેદનપત્ર આપ્યુ હતુ. જેમાં જોબકાર્ડમાં ગેરરીતિ આચરી અને મજૂરી ઓછી ચૂકવાઇ હોવાની રજૂઆત કરાતાં હડકંપ મચી ગયો છે. આ તરફ વડગામ ધારાસભ્ય દ્રારા ગત દિવસો બાલુન્દ્રામાં મનરેગા કૌભાંડને બહાર લાવ્યા બાદ એક પછી એક
 
દોડધામ@પાલનપુર: મહિલાઓ પહોંચી કલેક્ટર કચેરી, મનરેગા કૌભાંડની બૂમ

અટલ સમાચાર, પાલનપુર

કોરોના મહામારી વચ્ચે પાલનપુર તાલુકાના ગામમાં મનરેગાના કામમાં ગેરરીતિ થઇ હોવાના આક્ષેપ સાથે 70થી વધુ મહિલાઓએ આજે કલેક્ટરને આવેદનપત્ર આપ્યુ હતુ. જેમાં જોબકાર્ડમાં ગેરરીતિ આચરી અને મજૂરી ઓછી ચૂકવાઇ હોવાની રજૂઆત કરાતાં હડકંપ મચી ગયો છે. આ તરફ વડગામ ધારાસભ્ય દ્રારા ગત દિવસો બાલુન્દ્રામાં મનરેગા કૌભાંડને બહાર લાવ્યા બાદ એક પછી એક ગામડાઓમાં મનરેગા કૌભાંડ સામે આવી રહ્યા છે.

બનાસકાંઠા જીલ્લાના પાલનપુર તાલુકાના લાલાવાડા ગામે મનરેગા યોજનામાં ગેરરીતિ આચરાઇ હોવાનો આક્ષેપ થયો છે. આજે અચાનક 70થી વધુ મહિલાઓ કલેક્ટર કચેરીએ દોડી આવી આવેદનપત્ર આપ્યુ હતુ. જેમાં મહિલાઓને કામનાં બદલામાં પૈસા ચુકવાયા ન હોવાની રજુઆત કરવા સાથે કામ ન કરનારા ખોટા લોકોના નામે પૈસા ઉધારી ગેરરીતી આચરાઇ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. આ સાથે તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરી ન્યાય અપાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

દોડધામ@પાલનપુર: મહિલાઓ પહોંચી કલેક્ટર કચેરી, મનરેગા કૌભાંડની બૂમ

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, ગત દિવસોએ વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી દ્રારા બાલુન્દ્રા ગામે મનરેગા કૌભાંડની વિગતો બહાર લાવતાં ચકચાર મચી હતી. જે બાદમાં પાલનપુર તાલુકાના એક અને આજે બીજા લાલાવાડા ગામે પણ મનરેગામાં ગેરરીતિ થઇ હોવાની વાત સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. આ તરફ આજે 70થી વધુ મહિલાઓ કલેક્ટર કચેરીએ ઉમટી પડી સમગ્ર મામલે યોગ્ય તપાસ કરવા માંગ કરતું આવેદનપત્ર આપ્યુ હતુ.

દોડધામ@પાલનપુર: મહિલાઓ પહોંચી કલેક્ટર કચેરી, મનરેગા કૌભાંડની બૂમ