દોડધામ@પાટણ: કોરોનામાં ધંધો ઠપ્પ થતાં 36 લાખ વ્યાજે લીધા, ટેન્શનમાં આવી વેપારીએ પગલું ભર્યુ

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ કોરોના કહેર વચ્ચે પાટણ શહેરમાં વધુ એક વેપારી વ્યાજના વિષચક્રમાં ફસાયાની ઘટના સામે આવી છે. શહેરના એક વેપારીને પ્લાસ્ટીકનો ધંધો હોઇ કોરોનાકાળમાં ધંધો ઠપ્પ થતાં અલગ-અલગ સમયે અને અલગ-અલગ મિત્રો પાસેથી પૈસા વ્યાજે લીધા હતા. જેમાં 3 ટકાથી લઇ 30 ટકા વ્યાજ સુધી વેપારીએ કુલ 36,70,000 લીધા હતા. જે બાદમાં
 
દોડધામ@પાટણ: કોરોનામાં ધંધો ઠપ્પ થતાં 36 લાખ વ્યાજે લીધા, ટેન્શનમાં આવી વેપારીએ પગલું ભર્યુ

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ

કોરોના કહેર વચ્ચે પાટણ શહેરમાં વધુ એક વેપારી વ્યાજના વિષચક્રમાં ફસાયાની ઘટના સામે આવી છે. શહેરના એક વેપારીને પ્લાસ્ટીકનો ધંધો હોઇ કોરોનાકાળમાં ધંધો ઠપ્પ થતાં અલગ-અલગ સમયે અને અલગ-અલગ મિત્રો પાસેથી પૈસા વ્યાજે લીધા હતા. જેમાં 3 ટકાથી લઇ 30 ટકા વ્યાજ સુધી વેપારીએ કુલ 36,70,000 લીધા હતા. જે બાદમાં અમુક પૈસાનું વ્યાજ અને અમુક મુડી પણ આપવા છતાં વ્યાજખોરોએ પૈસાની ઉઘરાણી ચાલુ રાખી હતી. આ સાથે ફરીયાદ મુજબ વ્યાજખોર ઇસમો માથાભારે હોઇ અવાર-નવાર વેપારીને ધમકી પણ આપતાં હતાં. જેથી વેપારી ગત દિવસોએ ઘરેથી કોઇને કહ્યા વગર નીકળી ગયા હતા. જે બાદમાં પરત આવતાં કુલ 11 વ્યાજખોરો સામે પાટણ એ ડીવીઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવતાં હડકંપ મચી ગયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ શહેરના વેરાઇ ચકલા વિસ્તારમાં રહેતાં વિપુલ મણિલાલ પ્રજાપતિ નામના વેપારી વ્યાજના વિષચક્રમાં ફસાયાની ઘટના સામે આવી છે. શહેરના વેપારીને પ્લાસ્ટીકનો ધંધો હોઇ લોકડાઉનીમાં ધંધો ઠપ્પ થઇ જતાં તેમણે પોતાના મિત્રો પાસેથી અલગ-અલગ સમયે અલગ-અલગ રકમ વ્યાજે લીધી હતી. જે બાદમાં જીગ્નેશ નામના ઇસમે વેપારી પાસેથી જબરજસ્તીથી બેંકના બે કોરા ચેક અને બિપીન ઠક્કરે પણ બળજબરીથી બે કોરા ચેક પડાવી લીધા હતા. જે બાદમાં વેપારીએ અવાર-નવાર વ્યાજ અને મુડી ચુકવેલ છતાં અમુક રકમ બાકી હોઇ ઇસમો અવાર-નવાર ધમકી આપતાં હતા. જે બાદમાં કંટાળીને વેપારીએ ઘર છોડી દીધુ હોઇ પિતાને પોલીસમાં અરજી આપી હતી. આ તરફ વેપારી પરત ઘરે આવતાં પિતાની સાથે આવી 11 ઇસમો વિરૂધ્ધ પોલીસ ફરીયાદ નોંધાવી છે.

દોડધામ@પાટણ: કોરોનામાં ધંધો ઠપ્પ થતાં 36 લાખ વ્યાજે લીધા, ટેન્શનમાં આવી વેપારીએ પગલું ભર્યુ
આ લોકો સામે નોંધાઇ ફરીયાદ

સૂત્રોએ જણાવ્યું હતુ કે, પાટણ શહેરમાં વઘુ એક વેપારી વ્યાજના વિષચક્રમાં ફસાતાં હડકંપ મચી ગયો છે. ફરીયાદ મુજબ સ્થાનિક વેપારીએ મિત્રો પાસેથી 3 ટકાથી લઇ 30 ટકા વ્યાજ સુધી કુલ 36,70,000 વ્યાજે લીધા હતા. જોકે જીગ્નેશ ઠાકોર, વિપુલ ઠાકોર, અજય ઠાકોર, જીતુ દરબાર, કિર્તી ઠાકોર, સંજય દેસાઇ, બીપીન ઠક્કર, જયમીન દેસાઇ, પ્રકાશ ઉર્ફે લાલો ઠાકોર, લાલા રાણા અને સુનીલ ઠાકોર અવાર-નવાર વેપારી અને તેમના પરિવારને જાનથી મારી નાંખવાની ધમકી આપતાં હતા. જેથી વેપારીએ તમામ ઇસમો વિરૂધ્ધ પાટણ એ ડીવીઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. પાટણ એ ડીવીઝન પોલીસે કુલ 11 ઇસમો વિરૂધ્ધ આઇપીસી 384, 506(2), 507 અને ગુજરાત નાણાની ધીરનાર કરનારા બાબત અધિનિયમની કલમ 40, 42 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.