આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, પાટણ

દિવાળીના તહેવારો બાદ પાટણ જીલ્લામાં આજે કોરોના કેસોમાં મોટો ધડાકો થયો છે. આજે જીલ્લામાં એકસાથે નવા 49 કેસ ઉમેરાતાં આરોગ્ય તંત્રમાં દોડધામની સ્થિતિ સર્જાઇ છે. અત્યાર સુધી મોટાભાગે વૃધ્ધોની સંખ્યા સંક્રમિતોમાં વધુ હોવાની વચ્ચે આજે સૌથી વધુ યુવાનો સંક્રમિત બનતાં ચોંકાવનારી સ્થિતિ ઉભી થઇ છે. જીલ્લામાં અનલોકમાં મળેલી છૂટછાટ અને તહેવારોની ઉજવણી વખતે સોશિયલ ડિસટન્સનો ભંગ, માસ્ક નહીં પહેરવાને કારણે સંક્રમણ રોકેટ ગતિએ આગળ વધી રહ્યુ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લામાં આજે સૌપ્રથમવાર 49 કેસ સાથે કોરોનાનો મહાવિસ્ફોટ થયો છે. પાટણ જીલ્લામાં આજે સૌથી વધુ કેસ શહેરી વિસ્તારમાં આવ્યા હોવાથી સંક્રમણની ચેન તોડવી અત્યંત જરૂરી બની છે. આજે પાટણ શહેરમાં એકસાથે 17 કેસ આવતાં હડકંપ મચી ગયો છે. આ તરફ તમામ દર્દીઓના સંપર્કમાં આવેલા લોકો પોતાને કોરોના છે કે નહીં ? તે બાબતે પણ ચિંતિત બન્યા છે. આજે ગ્રામ્ય વિસ્તારમાં પણ નવા 19 કેસ નોંધાતાં સંબંધિત મહોલ્લાંઓમાં ચિંતાજનક સ્થિતિ બની છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, આજે ચાણસ્મા શહેરમાં 3, તાલુકાના ખોરસમમાં 2, રામપુરામાં 1, છમીછામાં 2, વસઇ, બ્રાહ્મણવાડા, વડાવલી, સોજીંત્રા અને કંબોઇમાં 1-1, સિધ્ધપુર શહેરમાં 6, સિધ્ધપુર તાલુકાના કલાણામાં 2, ડિડરોલ અને મામવાડામાં 1-1, રાધનપુર શહેરમાં 3, તાલુકાના નાની પીપળી અને કમાલપુરમાં 1-1, શંખેશ્વરના ધનોરામાં 1, હારીજ શહેરમાં 1, સમીના ધધાણામાં 1 અને સરસ્વતી તાલુકાના મેસરમાં 1 કેસ નોંધાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code