દોડધામ@પાટણ: કોરોના દર્દી મહિલાનો પુત્ર પોઝિટીવ આવ્યો, રહીશોમાં ફફડાટ

અટલ સમાચાર, પાટણ સરસ્વતી તાલુકાના ગામે મહિલા બાદ વધુ એક પુરૂષનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવતા તંત્રમાં દોડધામ મચી છે. ગઇકાલે પોઝિટીવ આવેલ મહિલાના પુત્રનો રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે. જેને લઇ પાટણ જીલ્લામાં અત્યાર સુધી કોરોના પોઝિટીવનો આંકડો 20 પહોંચ્યો છે. જોકે તંત્ર દ્રારા તાત્કાલિક અસરથી ગઇકાલે જ ગામને સીલ કરી દીધુ હતુ. માતા બાદ પુત્રનો
 
દોડધામ@પાટણ: કોરોના દર્દી મહિલાનો પુત્ર પોઝિટીવ આવ્યો, રહીશોમાં ફફડાટ

અટલ સમાચાર, પાટણ

સરસ્વતી તાલુકાના ગામે મહિલા બાદ વધુ એક પુરૂષનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવતા તંત્રમાં દોડધામ મચી છે. ગઇકાલે પોઝિટીવ આવેલ મહિલાના પુત્રનો રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે. જેને લઇ પાટણ જીલ્લામાં અત્યાર સુધી કોરોના પોઝિટીવનો આંકડો 20 પહોંચ્યો છે. જોકે તંત્ર દ્રારા તાત્કાલિક અસરથી ગઇકાલે જ ગામને સીલ કરી દીધુ હતુ. માતા બાદ પુત્રનો કોરોના રીપોર્ટ પણ પોઝિટીવ આવતા રહીશોમાં ફફડાટ ફેલાયો છે. સરસ્વતી તાલુકામાં ત્રીજો કેસ પોઝિટિવ નોંધાયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લાના સરસ્વતી તાલુકાના દેલીયાથરા ગામે ૫૫ વર્ષીય મહિલાનો રીપોર્ટ પોઝિટીવ આવ્યા બાદ આજે તેમના પુત્રનો રીપોર્ટ પણ પોઝિટીવ આવ્યો છે. સંક્રમણને કારણે પુત્રને પણ કોરોના થયો હોવાનું સામે આવ્યુ છે. મહિલાનો રીપોર્ટ પોઝિટીવ આવ્યા બાદ આરોગ્ય વિભાગ, વાગડોદ પોલીસ અને વહીવટીતંત્ર દ્રારા દેલીયાથરા ગામને સીલ કરવામાં આવ્યું હતું. આ સાથે તમામ રસ્તાઓ ઉપર આડશ મુકી બંધ કરી દેવામાં આવ્યા છે. ટીએચઓ સુરેન્દ્રસિંહ ચૌહાણ દ્વારા આરોગ્યની ચાર ટીમો બનાવી સર્વેનું કામકાજ હાથ ધરવામાં આવ્યું છે.

દોડધામ@પાટણ: કોરોના દર્દી મહિલાનો પુત્ર પોઝિટીવ આવ્યો, રહીશોમાં ફફડાટ

સુત્રોએ જણાવ્યુ હતુ કે, દેલીયાથરામાં માતા બાદ પુત્રનો રીપોર્ટ પણ પોઝિટીવ આવતા પાટણ જીલ્લામાં કોરોના વાયરસના કુલ ર૦ કેસ થયા છે. નોંધનિય છે કે, ગઇકાલે પોઝિટીવ આવેલા મહિલાએ શિહોરી અને પાટણની સદભાવના હોસ્પિટલમાં સારવાર લીધી હતી. સારવાર માટે આવેલી મહિલા પાટણથી જ પરત ફર્યા બાદ અમદાવાદમાં રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. હવે તેમના પુત્રનો રીપોર્ટ પણ પોઝિટીવ આવતા રહીશોમાં ફફડાટ ફેલાયો છે.

પાટણ જીલ્લામાં અત્યાર સુધી કુલ પોઝિટીવ કેસની વિગત 

  • સિધ્ધપુર: 2
  • નેદ્રા: 12
  • તાવડિયા: 1
  • ઉમરૂ: 1
  • ભીલવણ: 1
  • દેલીયાથરા: 2
  • ચાણસ્મા: 1