દોડધામ@પાટણ: LDના અંતિમ ચરણમાં કોરોના વધ્યો, વેપારીઓ અત્યંત ચિંતિત

અટલ સમાચાર, પાટણ પાટણ જિલ્લામાં આજે કોરોના વાયરસના કુલ 4 દર્દી સામે આવ્યા છે. જેમાં લોકડાઉનના અંતિમ ચરણમાં મુખ્ય મથકે કેસોની સંખ્યા વધી રહી છે. આથી વેપારી અને વહીવટી આલમમાં સૌથી મોટી ચિંતા ઉભી થઇ છે. ચોથા લોકડાઉન રાહત આપે તે પહેલાં શહેરીજનોમાં ફફડાટ વ્યાપી ગયો છે. બુકડી અને મીરા દરવાજા વિસ્તારમાં આજે વધુ બે
 
દોડધામ@પાટણ: LDના અંતિમ ચરણમાં કોરોના વધ્યો, વેપારીઓ અત્યંત ચિંતિત

અટલ સમાચાર, પાટણ

પાટણ જિલ્લામાં આજે કોરોના વાયરસના કુલ 4 દર્દી સામે આવ્યા છે. જેમાં લોકડાઉનના અંતિમ ચરણમાં મુખ્ય મથકે કેસોની સંખ્યા વધી રહી છે. આથી વેપારી અને વહીવટી આલમમાં સૌથી મોટી ચિંતા ઉભી થઇ છે. ચોથા લોકડાઉન રાહત આપે તે પહેલાં શહેરીજનોમાં ફફડાટ વ્યાપી ગયો છે. બુકડી અને મીરા દરવાજા વિસ્તારમાં આજે વધુ બે કેસ આવતાં દોડધામ મચી ગઇ છે.

પાટણ શહેરમા હજુ હમણાં સુધી કોરોના વાયરસનો એક પણ કેસ ન હતો. અચાનક મહિલા દર્દીનું મોત થયા બાદ કોરોના ઘૂસ્યો હોવાનું સામે આવતાં ખળભળાટ મચી ગયો હતો. હવે તબક્કાવાર નવા કેસ દાખલ થતાં વેપારી જગતમાં રાહતની દિશા ભટકાવી શકે તેવી નોબત આવી છે. આજે બુકડીના પાંચવાડામાં હસુમતીબેન મોદી અને મીરા દરવાજાના રાજુ પટ્ટણીને કોરોના પોઝીટીવ આવ્યો છે. આથી બંને દર્દીની ટ્રાવેલિંગ હિસ્ટ્રી જાણવા આરોગ્ય કર્મચારીઓ કામે લાગ્યા છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, વધુ બે દર્દી એકદમ નવા વિસ્તારોમાં આવ્યા હોઇ શહેરમાં એક પ્રકારે ફફડાટ ફેલાયો છે. માત્ર પાટણ શહેરમાં અત્યાર સુધી કુલ 5થી વધુ દર્દી સામે આવતાં સોસાયટીના રહીશો અને બજાર વિસ્તારમાં અસર થઈ રહી છે. ગ્રાહકો માટે વેપારી અને વેપારી માટે ગ્રાહકો પસંદ છતાં શંકાસ્પદ સ્થિતિ ઉભી થઈ છે. આ સાથે જરૂરી કામ દરમ્યાન બહાર જતાં નાગરિકો અને વહીવટી આલમમાં ભારે દોડધામ અને ચિંતાજનક પરિસ્થિતિ સર્જાઈ છે.