આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, પાટણ

પાટણમાં આજે કોરોનાનો વધુ એક કેસ પોઝિટીવ આવ્યો છે. શહેરના 40 વર્ષીય તબીબનો રીપોર્ટ કોરોના પોઝિટીવ આવતા તેમના સંપર્કમાં આવેલા લોકોની શોધખોળ હાથ ધરાઇ છે. ડોક્ટરે શંકાસ્પદ વ્યક્તિની સારવાર કર્યા બાદ તેમનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આરોગ્ય તંત્ર દ્રારા તાત્કાલિક અસરથી ડોક્ટરને આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લામાં આજે કોરોનાનો નવો એક કેસ સામે આવ્યો છે. પાટણના કાલી બજારમાં રહેતા અને બળીયા પાડા ચોકની બાજુમાં આયુર્વેદિક દવાખાનું ચલાવતા 40 વર્ષીય તબીબ ડો. નિતેશ મોદીનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે. શંકાસ્પદ વ્યક્તિની સારવાર દરમ્યાન તેના સંપર્કમાં આવવાથી ડો.નિતેશ મોદીને પણ કોરોનાના લક્ષણો જણાયા હતા. જે બાદ તેમનો રીપોર્ટ કરાવ્યા બાદ પોઝિટવ આવતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી છે.

07 Jul 2020, 6:50 AM (GMT)

COVID-19 Global Stats

11,846,671 Total Cases
543,566 Death Cases
6,813,181 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code