દોડધામ@સાબરકાંઠા: નવા 2 કેસ સામે આવ્યા, સંક્રમિતો શોધવા કવાયત

અટલ સમાચાર, હિંમતનગર સાબરકાંઠા જીલ્લામાં આજે કોરોનાના નવા બે કેસ સામે આવ્યા છે. જેમાં એક કેસ ઇડર તાલુકામાં અને એક કેસ ખેડબ્રહ્મા તાલુકામાં આવતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી છે. આ તરફ આરોગ્ય વિભાગ દ્રારા બંનેના સંપર્કમાં આવેલા તમામ લોકોની શોધખોળ હાથ ધરી છે. રીપોર્ટ આવ્યા બાદ બંનેને આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે. નોંધનિય છે કે,
 
દોડધામ@સાબરકાંઠા: નવા 2 કેસ સામે આવ્યા, સંક્રમિતો શોધવા કવાયત

અટલ સમાચાર, હિંમતનગર

સાબરકાંઠા જીલ્લામાં આજે કોરોનાના નવા બે કેસ સામે આવ્યા છે. જેમાં એક કેસ ઇડર તાલુકામાં અને એક કેસ ખેડબ્રહ્મા તાલુકામાં આવતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી છે. આ તરફ આરોગ્ય વિભાગ દ્રારા બંનેના સંપર્કમાં આવેલા તમામ લોકોની શોધખોળ હાથ ધરી છે. રીપોર્ટ આવ્યા બાદ બંનેને આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે. નોંધનિય છે કે, જીલ્લામાં અત્યાર સુધી કોરોનાના કુલ 59 પોઝિટીવ કેસો નોંધાયા તો 3 લોકોનાં મોત નિપજ્યાં છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સાબરકાંઠા જીલ્લામાં આજે નવા બે કેસ સાથે કુલ પોઝિટીવનો આંકડો 59 પહોંચ્યો છે. ઇડર તાલુકાના વેરાબર ગામે 28 વર્ષિય યુવાનનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવતા તેને આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યો હતો. આ સાથે ખેડબ્રહ્મા તાલુકાના નાકા ગામે પણ 52 વર્ષિય આધેડને કોરોના થયો હોવાનું સામે આવ્યુ છે. આરોગ્ય તંત્ર દ્રારા તાત્કાલિક બંનેને સારવાર અર્થે ખસેડી તેમના સંપર્કમાં આવેલા લોકોની શોધખોળ હાથ ધરી છે.