દોડધામ@સાબરમતી: વતન જવા 1200 પરપ્રાંતિયો ટ્રેન પકડવા પહોંચ્યા

અટલ સમાચાર,ડેસ્ક અમદાવાદના વટવા જીઆઈડીસી ખાતે કામ કરતા અને વટવા વિસ્તારમાં રહેતા 1200 જેટલા પરપ્રાંતિય મજૂરો ને પોતાને વતન ઉત્તર પ્રદેશ મોકલવાની તજવીજ હાથ ધરાઇ છે. પીપળજ ગામ પાસે આવેલ ગોપાલપુર ખાતેથી 50 એસટી બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. આ એસટી બસોના માધ્યમથી બારસો જેટલા મજૂરો સાબરમતી રેલવે સ્ટેશનથી વિશેષ ટ્રેન મારફતે તમામ પરપ્રાંતિયોને યુપી
 
દોડધામ@સાબરમતી: વતન જવા 1200 પરપ્રાંતિયો ટ્રેન પકડવા પહોંચ્યા

અટલ સમાચાર,ડેસ્ક

અમદાવાદના વટવા જીઆઈડીસી ખાતે કામ કરતા અને વટવા વિસ્તારમાં રહેતા 1200 જેટલા પરપ્રાંતિય મજૂરો ને પોતાને વતન ઉત્તર પ્રદેશ મોકલવાની તજવીજ હાથ ધરાઇ છે. પીપળજ ગામ પાસે આવેલ ગોપાલપુર ખાતેથી 50 એસટી બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. આ એસટી બસોના માધ્યમથી બારસો જેટલા મજૂરો સાબરમતી રેલવે સ્ટેશનથી વિશેષ ટ્રેન મારફતે તમામ પરપ્રાંતિયોને યુપી સાબરમતી રેલવે સ્ટેશનથી સ્પેશ્યલ ટ્રેન મારફતે મોકલી અપાશે.

દોડધામ@સાબરમતી: વતન જવા 1200 પરપ્રાંતિયો ટ્રેન પકડવા પહોંચ્યા

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમદાવાદમાં મોટી સંખ્યામાં બસોમાં બેસવા માટે પીપળજ ગોપાલપુર ખાતે પરપ્રાંતીઓ ઉમટ્યા હતા. સમગ્ર મામલે સ્થાનિક તલાટી કમલેશ સોલંકી જણાવ્યું હતું કે, સરકારના આદેશ અનુસાર અમે વટવા જીઆઈડીસીમાં કામ કરતા 200 શ્રમિકોનું સિલેક્શન કર્યું હતું. જેમને આજે 50 એસટી બસ દ્વારા સાબરમતી રેલવે સ્ટેશન પહોંચાડવામાં આવી રહ્યા છે અને ત્યાંથી વિશેષ ટ્રેન મારફતે તમામ શ્રમજીવીઓને પોતાના માદરે વતન એટલે કે ઉત્તર પ્રદેશ મોકલવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ વટવા મામલતદાર ઓફીસે પરપ્રાંતીઓના ધાડા જોવા મળ્યા હતા.

દોડધામ@સાબરમતી: વતન જવા 1200 પરપ્રાંતિયો ટ્રેન પકડવા પહોંચ્યા

સુત્રોએ જણાવ્યુ હતુ કે, મોટી સંખ્યામાં પરપ્રાંતિઓ પોતાને વતન જવાની આશા સાથે મામલતદાર ઓફિસ પહોંચ્યા હતા. એક તરફ વટવા મામલતદાર ઓફિસ તરફથી 200 પરપ્રાંતિયોને ઉત્તર પ્રદેશ મોકલવામાં આવ્યા છે. બીજી તરફ અન્ય પ્રાણીઓ પણ પોતાના માદરે વતન જવા માટે મંજૂરી માટે વટવા મામલતદાર ઓફિસ ખાતે મોટી સંખ્યામાં આવ્યા હતા. જો કે ઓનલાઇન પ્રોસેસ ન થતી હોવાની તેમની રજૂઆત કરી હતી. પરિણામે તેમની મુશ્કેલીઓ વધી છે. સવારે 4 વાગ્યાથી પરપ્રાંતીઓ વટવા મામલતદાર ઓફિસના ધક્કા ખાઈ રહ્યા છે. જો કે આ બાબતે મામલતદાર ને પૂછતા આ વિષે કશું કહેવાનું ઇનકાર કર્યો હતો. એક તરફ વટવા માંથી જ 1200 પરપ્રાંતિયોને યુપી મોકલવામાં આવી રહ્યા છે ત્યારે અન્ય પરપ્રાંતીયો ને પણ મોકલવામાં આવે તે માટે લોકો ધક્કા ખાતા થઈ ગયા છે.