દોડધામ@સતલાસણા: કોરોનાગ્રસ્ત વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયો

અટલ સમાચાર, ખેરાલુ (મનોજ ઠાકોર) મહેસાણા જીલ્લાના સતલાસણા અને ધરોઇમાં બે કોરોના પોઝિટીવ આવતા તંત્રમાં દોડધામ મચી છે. મામલતદાર અને એક્ઝીક્યુટિવ મેજીસ્ટ્રેટ સતલાસણા દ્રારા જાહેરનામું બહાર પાડી ચેપગ્રસ્ત વિસ્તારને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. આ સાથે પોલીસ, તાલુકા વિકાસ અધિકારી, તાલુકા હેલ્થ ઓફીસર, એપેડેમિક મેડિકલ ઓફીસરને જરૂરી સુચના આપવામાં આવી છે. આ સાથે લોકોને
 
દોડધામ@સતલાસણા: કોરોનાગ્રસ્ત વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયો

અટલ સમાચાર, ખેરાલુ (મનોજ ઠાકોર)

મહેસાણા જીલ્લાના સતલાસણા અને ધરોઇમાં બે કોરોના પોઝિટીવ આવતા તંત્રમાં દોડધામ મચી છે. મામલતદાર અને એક્ઝીક્યુટિવ મેજીસ્ટ્રેટ સતલાસણા દ્રારા જાહેરનામું બહાર પાડી ચેપગ્રસ્ત વિસ્તારને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. આ સાથે પોલીસ, તાલુકા વિકાસ અધિકારી, તાલુકા હેલ્થ ઓફીસર, એપેડેમિક મેડિકલ ઓફીસરને જરૂરી સુચના આપવામાં આવી છે. આ સાથે લોકોને ઘરની બહાર નહિ નિકળવા કડક સુચના આપવામાં આવી છે.

દોડધામ@સતલાસણા: કોરોનાગ્રસ્ત વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયો

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જિલ્લાના સતલાસણા અને ધરોઇમાં કોરોના વાયરસના બે કેસ આવ્યા છે. જેને લઇ સતલાસણા ગામનો દરબારગઢ વિસ્તાર, તમામ સતલાસણા ગ્રામ પંચાયત તથા સોસાયટી વિસ્તા તેમજ વાવ ગ્રામ પંચાયત વિસ્તાર અને ધરોઇ ગ્રામ પંચાયતની કુલ વસ્તી અંદાજીત 10962 વાળા વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે.

દોડધામ@સતલાસણા: કોરોનાગ્રસ્ત વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયો

મામલતદાર અને એક્ઝીક્યુટિવ મેજીસ્ટ્રેટ સતલાસણા દ્રારા પોલીસને તાત્કાલિક ધોરણે કન્ટેન્ટમેન્ટ ઝોનમાં અવર-જવર બંધ કરાવવા જરૂરી સુચનાઓ આપવામાં આવી છે.

દોડધામ@સતલાસણા: કોરોનાગ્રસ્ત વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયો

સુત્રોએ જણાવ્યુ હતુ કે, સતલાસણા અને ધરોઇમાં બે કેસ પોઝિટીવ આવતા તંત્ર હરકતમાં આવ્યુ છે. તાત્કાલિક અસરથી બંને વિસ્તારોને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરી પોલીસ, તાલુકા વિકાસ અધિકારી, તાલુકા હેલ્થ ઓફીસર, એપેડેમિક મેડિકલ ઓફીસરને જરૂરી સુચના આપવામાં આવી છે.

દોડધામ@સતલાસણા: કોરોનાગ્રસ્ત વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયો

આરોગ્ય તંત્ર દ્રારા તાત્કાલિક અસરથી બંને કોરોનાગ્રસ્ત લોકોને વડનગર સ્થિત મેડિકલ કોલેજ કમ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ તરફ બંનેના ગામમાં ફફડાટ વ્યાપી ગયો છે.

દોડધામ@સતલાસણા: કોરોનાગ્રસ્ત વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયો

કેવી રીતે બે વ્યક્તિને કોરોનાનો ચેપ લાગ્યો ?

ગત 8 માર્ચે મેડિકલ વાનમાં એક મૃતદેહ મુંબઈથી સતલાસણા લવાયો હતો. જેમાં મૃતકના સગાં બે વ્યક્તિ સાથે હતા. મુંબઈથી આવેલા હોઈ આરોગ્ય દ્વારા બંને વયસ્ક પુરુષોને 14 દિવસ માટે હોમ ક્વોરોન્ટાઈન કર્યા હતા. જોકે તેમનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હોઇ તાત્કાલિક કાર્યવાહી શરૂ થઈ છે. બંને વ્યક્તિઓ મુંબઈ રહેતા પરંતુ બેસણું હોઇ ગામડે આવ્યા હતા. આ દરમ્યાન કોરોના વાયરસનાં લક્ષણો દેખાતા રિપોર્ટ કરાવ્યો હતો. જેમાં બંનેને કોરોના થઈ ગયો હોવાનું સામે આવતાં તાત્કાલિક વડનગર સ્થિત મેડિકલ કોલેજ કમ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

દોડધામ@સતલાસણા: કોરોનાગ્રસ્ત વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયો