આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, શામળાજી

કોરોના વાયરસને લઇ લોકડાઉન વચ્ચે વતનમાં જવા પરપ્રાંતિયો આતુર બન્યા છે. આ તરફ શામળાજીમાં ગુજરાત-રાજસ્થાન બોર્ડર ખુલતાં 5 કી.મી. લાંબી લાઇનોના દ્રશ્યો સામે આવ્યા છે. અહીં આશરે 600થી વધારે વાહનોને રોકી રાખવામાં આવ્યા હતા. જેના કારણે ત્યાં ટ્રાફિક જામનાં દ્રશ્યો સામે આવ્યાં હતા. જોકે, આટલી મોટી સંખ્યામાં લોકો ભેગા થવાને કારણે બપોરે 12 વાગ્યાની આસપાસ ગઇકાલ સુધીનાં પાસ ધારકોને ગુજરાતમાંથી રાજસ્થાન જવા દેવાની મંજૂરી આપવામાં આવી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અરવલ્લી જીલ્લાના શામળાજી નજીક ગુજરાત-રાજસ્થાન બોર્ડર ખુલ્લી મુકવામાં આવતાં વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. આજે સવારે રાજસ્થાન અને ગુજરાત બોર્ડર પર આવેલી શામળાજી બોર્ડર પાસે વાહનોની 5 કિમીથી વધારે લાંબી કતાર થઇ ગઇ હતી. આવી વિકટ પરિસ્થિતિમાં સવારે આ બોર્ડર બંધ કરી દેવામાં આવી હતી પરંતુ આજે ફરીથી ખોલી દેવાની ફરજ પડી હતી. આ વાહનો ચાલકોને ગુજરાત પોલીસ અને રાજસ્થાન પોલીસની સમજાવટ બાદ જવા દેવામાં આવ્યાં હતા.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, 500થી વધારે ગાડીઓએ રાજસ્થાનમાં પ્રવેશ મેળવ્યો છે. આજે ઇસ્યુ કરાયેલા પાસ ધારકોને પ્રવેશ નહીં મળે પરંતુ ગઇકાલ સુધી ઇશ્યુ થયેલા લોકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. આજે સવારે શામળાજી બોર્ડર પાસે મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતાં. જેના કારણે 5 કિમી લાંબી લાઇન થઇ ગઇ હતી. અહીં આવેલા વાહન ચાલકો પાસે જવા માટેનો પાસ પણ હતો તે છતાં તેમને જવા દેવામાં ન આવતા આ લોકો અકળાયા હતાં.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code