દોડધામ@સિદ્ધપુર: નેદ્રા નજીકનો 6 કી.મી. વિસ્તાર બફર ઝોન જાહેર

અટલ સમાચાર, સિધ્ધ્પુર કોરોના વાયરસને લઇ પાટણ જીલ્લામાં કુલ 14 કેસ નોંધાતા ચિંતાજનક સ્થિતિ બની છે. તંત્ર દ્રારા નેદ્રા ગામ નજીકના 6 કિલોમીટરના વિસ્તારને બફર ઝોન જાહેર કરાયા છે. જેમાં પંથકના સાત જેટલા ગામોનો સમાવેશ થઇ રહ્યો છે. હાલ નેદ્રા ગામમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો હોવાથી મોટી કાર્યવાહી થઈ છે. એક ચકલું પણ બહાર ન
 
દોડધામ@સિદ્ધપુર: નેદ્રા નજીકનો 6 કી.મી. વિસ્તાર બફર ઝોન જાહેર

અટલ સમાચાર, સિધ્ધ્પુર

કોરોના વાયરસને લઇ પાટણ જીલ્લામાં કુલ 14 કેસ નોંધાતા ચિંતાજનક સ્થિતિ બની છે. તંત્ર દ્રારા નેદ્રા ગામ નજીકના 6 કિલોમીટરના વિસ્તારને બફર ઝોન જાહેર કરાયા છે. જેમાં પંથકના સાત જેટલા ગામોનો સમાવેશ થઇ રહ્યો છે. હાલ નેદ્રા ગામમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો હોવાથી મોટી કાર્યવાહી થઈ છે. એક ચકલું પણ બહાર ન ફરકે તેમ કરફ્યુ જેવો માહોલ સર્જાયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

દોડધામ@સિદ્ધપુર: નેદ્રા નજીકનો 6 કી.મી. વિસ્તાર બફર ઝોન જાહેર

પાટણ જિલ્લાના સિધ્ધપુર તાલુકાના નેદ્રા ગામની આજુબાજુના સાત જેટલા ગામોને બફર ઝોન જાહેર કરવામાં આવ્યા છે. નેદ્રાની આસપાસના ઊંઝાના સાત ગામોને પણ બફર ઝોન જાહેર કરી દેવામાં આવ્યા છે. વરવાડા, બ્રાહ્મણવાડા, વિશોળ, લિંડી, કહોડા, ખટાસણા અને જગનાથપુરા ગામને બફર ઝોનમાં મુકાયા છે. આ ગામમાં આવતા તમામ વાહનો ઉપર પ્રતિબંધ મુકાયો છે. માત્ર એબ્યુલન્સ અને સ્મશાનના વાહનને છૂટ આપવામાં આવી છે. આ ગામોમાંથી સિદ્ધપુર તરફનો વાહન વ્યવહાર બંધ કરાયો છે. 7 ગામોમાં સરપંચના અધ્યક્ષ પદે સમિતિ બનાવાઇ છે.

દોડધામ@સિદ્ધપુર: નેદ્રા નજીકનો 6 કી.મી. વિસ્તાર બફર ઝોન જાહેર

સુત્રોએ જણાવ્યુ હતુ કે, કોરોના વાયરસને લઈને ઉત્તર ગુજરાતમાં એપી સેન્ટર બનેલ પાટણ જિલ્લામાં રેન્જ આઈજી સુભાષ ત્રિવેદીએ પાટણની મુલાકાત લીધી હતી. કુલ 14 પોઝિટિવ કેસમાંથી સિદ્ધપુર તાલુકાના નેદ્રા ગામમાંથી આવેલ 12 કેસ પર ચિંતા વ્યક્ત કરી હતી. સિદ્ધપુર તાલુકાને આઇસોલેટ લોકડાઉન કરીને સિદ્ધપુર તાલુકાની આસપાસની 17 જેટલી જગ્યાઓ પર ચેકપોસ્ટ બનાવીને 24 કલાક પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે.