દોડધામ@થરાદ: લોકડાઉનનો અમલ કડક કરો, આખુ ગામ એકમતે થયું

અટલ સમાચાર, સુઇગામ (દશરથ ઠાકોર) કોરોનાને લઇ લોકડાઉનનો કડક અમલ કરાવવા આખા ગામે એકમતે થઇ પોલીસને રજૂઆત કરી છે. થરાદ તાલુકાના ગામ ગત દિવસોએ ગામના ઇસમે લોકડાઉનનો ભંગ કરી અને પોલીસ ઉપર હુમલો કરવાની કોશિષ કરી હતી. જોકે સાંજનો સમય હોવાથી ઉપસ્થિત ગ્રામજનો વચ્ચે પડતાં પોલીસકર્મીનો આબાદ બચાવ થયો હતો. જેને ગામ આખાએ એકમત થઇ
 
દોડધામ@થરાદ: લોકડાઉનનો અમલ કડક કરો, આખુ ગામ એકમતે થયું

અટલ સમાચાર, સુઇગામ (દશરથ ઠાકોર)

કોરોનાને લઇ લોકડાઉનનો કડક અમલ કરાવવા આખા ગામે એકમતે થઇ પોલીસને રજૂઆત કરી છે. થરાદ તાલુકાના ગામ ગત દિવસોએ ગામના ઇસમે લોકડાઉનનો ભંગ કરી અને પોલીસ ઉપર હુમલો કરવાની કોશિષ કરી હતી. જોકે સાંજનો સમય હોવાથી ઉપસ્થિત ગ્રામજનો વચ્ચે પડતાં પોલીસકર્મીનો આબાદ બચાવ થયો હતો. જેને ગામ આખાએ એકમત થઇ આવા બેફામ બનેલા ઇસમો સામે કાર્યવાહી કરવા પોલીસને રજૂઆત કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના થરાદ તાલુકાના દેતાલડુવા ગામે લોકડાઉનમાં માસ્ક નહિ પહેરનાર અને પોલીસ સૂરક્ષાકર્મી ઉપર હુમલો કરનાર ઇસમ સામે કાર્યવાહી કરવા રજૂઆત કરાઇ છે. દેતાલડુવા ગામે સુરક્ષાકર્મી તરીકે ઠાકોર વિનોદભાઇને બંદોબસ્તમાં મુકવામાં આવ્યા હતા. જ્યાં 19-04-2020ના રોજ ગામના અલ્પેશભાઇ દૂધ ભરાવવા મોઢા પર માસ્ક પહેર્યા વગર આવ્યા હતા. જેથી સુરક્ષાકર્મીએ માસ્ક પહેરવાની સુચના આપી હતી. જેને લઇ અલ્પેશભાઇએ ઉશ્કેરાઇ જઇ અપશબ્દો બોલ્યા બાદ તેમની ઉપર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હોવાની રજૂઆત થઇ છે.

દોડધામ@થરાદ: લોકડાઉનનો અમલ કડક કરો, આખુ ગામ એકમતે થયું

સુત્રોએ જણાવ્યુ હતુ કે, અલ્પેશભાઇએ ફોન કરી તેમના ઘરના આશરે 10 લોકોનું ટોળું ગાડીમાં ભરાઇને લોખંડની પાઇપ, ધોકા, લાકડી જેવા હથિયારો સાથે હુમલો કરવા આવી પહોંચ્યા હતા. જોકે સાંજના સમયે દેતાલડુવા ગ્રામ પંચાયતની કોવિડ-19 સમિતિના લોકોએ વચ્ચે પડી અલ્પેશના ઘરવાળાઓને સમજાવીને પરત મોકલવાની કોશિષ કરી હતી. જોકે બાબતમાં ગ્રામ પંચાયત સમિતિએ પોલીસ ઇન્સ્પેક્ટરને આવા લોકો સામે કાર્યવાહી કરવા રજૂઆત કરી છે.