દોડધામ@વડગામ: મજાદર કન્ટેઇનમેન્ટ એરીયા જાહેર, 4 ગામોની સરહદો સીલ

અટલ સમાચાર, વડગામ હાલમાં નોવેલ કોરોના વાયરસ કોવિડ-2019ને વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઈજેશન ધ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે. ભારતમાં પણ કોવિડ-2019ના વધારે પ્રમાણમાં કેસો નોધાયેલ છે. જે પરિસ્થિતિને ધ્યાને લેતા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગરના જાહેરનામાથી ધી એપેડેમીક ડીસીઝ એકટ 1897 અન્વયે ધી ગુજરાત એપેડેમીક ડીસીઝ કોવિડ-19 રેગ્યુલેશન-2020 જાહેર કરેલ છે. ભારત સરકાર તથા ગુજરાત
 
દોડધામ@વડગામ: મજાદર કન્ટેઇનમેન્ટ એરીયા જાહેર, 4 ગામોની સરહદો સીલ

અટલ સમાચાર, વડગામ

હાલમાં નોવેલ કોરોના વાયરસ કોવિડ-2019ને વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઈજેશન ધ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે. ભારતમાં પણ કોવિડ-2019ના વધારે પ્રમાણમાં કેસો નોધાયેલ છે. જે પરિસ્થિતિને ધ્યાને લેતા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગરના જાહેરનામાથી ધી એપેડેમીક ડીસીઝ એકટ 1897 અન્વયે ધી ગુજરાત એપેડેમીક ડીસીઝ કોવિડ-19 રેગ્યુલેશન-2020 જાહેર કરેલ છે. ભારત સરકાર તથા ગુજરાત સરકાર દ્વારા સમયાંતરે નોવેલ કોરોના વાયરસનો ફેલાવો અટકાવવા માટે વિવિધ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગુજરાત સરકારના ગૃહ વિભાગના જાહેરનામા તા.14/04/2020 થી સમગ્ર રાજયમાં વધુ 19દિવસ માટે એટલે કે તા.14/04/2020ના 00.00કલાક થી તા.03/05/2020ના 24.00કલાક સુધી આવશ્યક સેવાઓ સિવાયની તમામ સેવાઓ બંધ રાખવા જાહેરનામું પ્રસિધ્ધ કરેલ છે. મિશન ડાયરેકટરશ્રી, રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન તા.06.04.2020ના પત્રથી કોરોના પોઝીટીવ કેસ નોંધાયેલા હોય તે સુચિત વિસ્તાર નકકી કરવા ગાઈડલાઈન નકકી કરવામાં આવેલ છે.

બનાસકાંઠા જિલ્લામાં હાલમાં મોજે. મજાદર, તા.વડગામ, જિ.બનાસકાંઠામાંથી કોરોના પોઝીટીવ કેસ પ્રકાશમાં આવેલ છે. આ વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતાં લોકોની સુરક્ષા બાબતે તકેદારી પગલારૂપે લોકોની અવર-જવર ઉપર પ્રતિબંધ ફરમાવવાની જરૂર જણાય છે. સંદીપ સાગલે, (આઈ.એ.એસ.), જિલ્લા મેજીસ્ટ્રેટ, બનાસકાંઠા, પાલનપુરને ગુજરાત નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ-30 તથા કલમ-34 તેમજ ધી એપેડમીક ડીસીઝ એકટ 1897ની કલમ–2 અન્વયે મળેલ સત્તાની રૂએ નીચે દર્શાવેલ કુત્ય ઉપર પ્રતિબંધ ફરમાવાયો છે.

મોજે.મજાદર, તા.વડગામ, જિ.બનાસકાંઠા ગ્રામ પંચાયતનો તમામ રહેણાંક વિસ્તાર તેમજ મહેસુલી વિસ્તાર. આ વિસ્તારમાં તમામ પ્રકારની અવર-જવર ઉપર સંપુર્ણ પ્રતિબંધ મુકવામાં આવે છે. આ વિસ્તારના રહેવાસીઓને રાશન વિ. આવશ્યક ચીજ–વસ્તુઓ તંત્ર દ્વારા હોમ ડીલીવરીથી તેમના ઘરે પુરી પાડવામાં આવશે. મોજે મજાદર, તા. વડગામ, જિ. બનાસકાંઠાના ગામની ત્રિજયામાં એટલે કે બફર એરીયામાં આવતા નળાસર, માલોસણા, શેરપુરા(મ) અને છાપી ગામોની હદને સીલ કરવામાં આવે છે. બફર એરીયાના ગામોમાં આવશ્યક સેવાઓના પુરવઠા સંબંધિત અવર-જવર માટે માત્ર એક જ માર્ગ ખુલ્લો રાખવાનો રહેશે. છાપીથી વડગામ તરફ, છાપીથી બાવળચુડી તરફ, છાપીથી પસવાદળ તરફ જતા જિલ્લા માર્ગ તથા પાલનપુરથી સિધ્ધપુરનો રાજય માર્ગ પણ ખુલ્લો રાખવાનો રહેશે.

આ સાથે આવશ્યક ચીજ વસ્તુની ખરીદી માટે ગામની હદની અંદર માત્ર સવારે 8-00 કલાક થી 11.00 કલાક સુધી મુક્તિ આપવામાં આવે છે. જેમાં સોશ્યલ ડિસ્ટન્સીંગનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. આ સમયગાળામાં દરમિયાન દ્વી ચક્રીય વાહન પર એક વ્યકિત થી-વધુ અને ત્રણ ચાર ચક્રિય વાહનમાં બે વ્યકિત થી વધુ પ્રવાસ કરી શકશે નહી.