આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર, પાલનપુર

વડગામ તાલુકા વિકાસ અધિકારી વિરુદ્ધની ફરિયાદ બાદ આજે દિવસભર મોટી કવાયત બની છે. આરોપી ટીડીઓની અટકાયત થયાનું જાણી મહિલા તલાટીઓ પોલીસ સમક્ષ પહોંચી હતી. આ દરમ્યાન ટીડીઓને કસ્ટડીમાં લીધા ત્યારે બે મહિલાએ તલાટી પોતાની રજૂઆત કરી હતી. આરોપી ટીડીઓ સામેની કાર્યવાહીમાં જામીન મંજૂર થયાનુ જાણી વધુ ગરમાવો સર્જાયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જિલ્લાના વડગામ ટીડીઓ અમૃત પરમાર સંગીન આરોપોનો સામનો કરી રહ્યા છે. આજે પોલીસે અટકાયત કર્યા બાદ દિવસભર વહીવટી અને સામાજિક દોડધામ મચી ગઇ છે. વડગામ સીપીઆઈ બાદ એસસી એસટી સેલના ડીવાયએસપી દ્વારા સમગ્ર કેસ જોવામાં આવી રહ્યો છે. આ દરમ્યાન પાલનપુર ડીવાયએસપી કચેરીએ આરોપી ટીડીઓને લાવ્યાનુ જાણી ફરીયાદી મહિલા તલાટીઓ પણ દોડી ગઇ હતી. જેમાં ટીડીઓને કસ્ટડીમાં લીધા તો સામે મહિલા તલાટીઓની ફરી એકવાર રજૂઆત સાંભળવામાં આવી હતી. આ ઘટનાક્રમ સામે આવી જતાં બનાસકાંઠા જિલ્લા પંચાયત આલમમાં આજે સૌથી વધુ ચર્ચાસ્પદ બન્યો છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, આરોપી ટીડીઓની અટકાયત બાદ જામીન પાત્ર થયાની વાત સામે આવી છે. જેને લઇ જિલ્લા પંચાયત પ્રમુખ પિનાબેન ઠાકોર સહિતના હરકતમાં કડક કાર્યવાહીની મથામણમાં લાગ્યા હતા. સૌથી મોટી વાત છે કે, ટીડીઓની અટકાયત બાદ મહિલા તલાટીઓ રણચંડી બની જામીન ન થાય અને કડક કાર્યવાહી કરાવવા પોલીસ સમક્ષ ઉપસ્થિત થઈ હતી. આથી આરોપી અને ફરિયાદી એક જ સ્થળે આવી જતાં વહીવટી સંબંધો ધ્વસ્ત બની ન્યાયની આગ ઉભી થઇ હતી.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code