આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર, વડનગર (મનોજ ઠાકોર)

ગુજરાતમાં કોરોના વાયરસે તબાહી મચાવી દીધી છે. મહેસાણા જીલ્લામાં કાલે 3 લોકોને સાજા કરીને ઘરે પરત કરવામાં આવ્યા હતા. અને આજે મહેસાણા જીલ્લાના વડનગર તાલુકામાં એકીસાથે કોરોનાના 3 પોઝિટિવ કેસ આવ્યા છે. મુંબઈ ખાતે નયાનગર ખાતે આ ત્રણ વ્યક્તિ વસવાટ કરતા હતા. અને 20 એપ્રિલે આ લોકો ગામમાં આવ્યા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લાના વડનગર તાલુકાના મોલીપુર ગામે એકી સાથે કોરોનાના 3 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. મળતી વિગતો અનુસાર આ 3 લોકો મુબઇમાં યાનગરમાં આ ત્રણ વ્યક્તિ વસવાટ કરતા હતા. અને મુંબઈમાં આવેલી અલકેશ્વર હોટલમાં નોકરી કરતા હતા. મુબઇમાં કોરોનાનો અતિ ઘણો પગપેસારો થવાથી તેઓ 16 એપ્રિલના રોજ મુંબઈથી ચાલતા નીકળ્યા હતા. અને ત્યાથી તેમને વાપીથી 20 એપ્રિલે ટેન્કરમાં બેસીને ઉનાવા આવ્યા હતા. અને ત્યારબાદ ઉનાવાથી તેઓ પોતાના વતનમાં આવ્યા હતા.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, મોલિપુર ગ્રામ્ય સમિતિએ આ ત્રણ અને તેમની સાથે આવેલા અન્ય એક મળી કુલ 4 ને કોરોન્ટાઇન કર્યા હતા. ત્રણ વ્યક્તિને કોરોના, ચેપનો ફેલાવો શોધવા મોટી કવાયત હાથ ધરવામાં આવી છે. અબ્દુલ રહેમાં સાઉદી 65, અહમદ જમાલ સાઉદી 53, કોલુ અહમદ રફીદ રહેમાન 38 આ નામના ત્રણ વ્યક્તિ નો કોરોના પોઝિટિવ નીકળ્યો હતો. 4 પૈકી લુકમન અબ્દુલ સાઉદી નામના વ્યક્તિનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code