આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર ડોટ કોમ, વડનગર

દૂધસાગર ડેરીનાં તત્કાલીન ચેરમેન આશાબેન ઠાકોરના 6 દિવસના રિમાન્ડ શરૂ થઈ ગયા છે. આથી હવે પોલીસે કથિત ઘી કૌભાંડ મામલે વિગતો કઢાવવા અને કેસ સંદર્ભે પુરાવા એકત્રિત કરવા આયોજન હાથ ધર્યુ છે. 6 દિવસ દરમ્યાન ઘી બનાવવાથી લઈ વેચાણ સુધીની પ્રક્રિયામાં ચેરમેન તરીકેની જવાબદારી, શું કોઇ નિર્ણયો લેવાયા હતા, કથિત ઘી કૌભાંડની જાણ હતી કે કેમ? આ સાથે તત્કાલીન વાઇસ ચેરમેને રિમાન્ડ દરમ્યાન રજૂ કરેલી વિગતોનું ક્રોસ ચેકિંગ કરવા સહિતની બાબતે પોલીસે કવાયત હાથ ધરી છે. રિમાન્ડના 6 દિવસ પોલીસ માટે અત્યંત અગત્યના હોવાથી ફરિયાદને લગતી તમામ માહિતી ભેગી કરવા તપાસ ટીમે દોડધામ શરૂ કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા સ્થિત દૂધસાગર ડેરીનાં કથિત ઘી કૌભાંડની ફરિયાદ બાદ તપાસની ગતિવિધિ ફાસ્ટટ્રેક ઉપર આવી છે. તત્કાલીન વાઇસ ચેરમેન બાદ તત્કાલીન ચેરમેન આશાબેન ઠાકોરના રિમાન્ડ શરૂ થયા છે. પોલીસે માંગણી કરેલ 10 દિવસની સામે કોર્ટે 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આથી હવે પોલીસની તપાસ ટીમે કેસ બાબતની તમામ વિગતો મેળવવા અને તેનું ક્રોસ ચેકિંગ કરવા સહિતનું આયોજન હાથ ધર્યું છે. જેમાં ચેરમેનની જવાબદારી, હોદ્દો હતો ત્યારે લીધેલા નિર્ણયો, ઘી માટે રો-મટીરીયલની ખરીદી કરી હતી કે નહિ? તેમાં ચેરમેન તરીકેની ભૂમિકા, કથિત ઘી કૌભાંડમાં તત્કાલીન વાઇસ ચેરમેન મોઘજીભાઇ ચૌધરીએ રજૂ કરેલા જવાબ સામે આશાબેન ઠાકોરના જવાબનો તાલમેલ? કથિત ઘી કૌભાંડમાં સૂત્રધાર અને સાગરીતો સહિતની જરૂરી તમામ માહિતી લેવામાં આવી શકે છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, ફરિયાદ બાદ કેટલાય મહિનાઓ પછી આશાબેન ઠાકોરની અટકાયત થઈ હોઇ પૂછપરછમાં તમામ બાબતે કોઈ કસર ન રહે તેની પણ કાળજી લેવામાં આવે તેમ છે. આથી 6 દિવસમાં કેસ માટે જરૂરી વિગતો કઢાવવા પોલીસની કવાયત છે તો સામે 6 દિવસમાં પોતાનો પક્ષ મૂકવા આશાબેન ઠાકોરની કવાયત શરૂ થઈ છે. આવી સ્થિતિમાં પહેલાંના તમામ આરોપીની પૂછપરછ બાદ એક ચેરમેન તરીકે જવાબદારી સંભાળી ચૂકેલા આશાબેન ઠાકોરના જવાબ ઉપર સૌથી વધુ નજર મંડાઇ છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code