દોડધામ@વડનગર: નોકરીથી છૂટા કરવાની ચિમકી, નર્સિંગની ભૂખ હડતાળ

અટલ સમાચાર, મહેસાણા વડનગર મેડિકલ હોસ્પિટલમાં કોરોના મહામારી વચ્ચે સૌથી મોટી દોડધામ મચી ગઇ છે. પગારમાં અન્યાય થતો હોવાનો સનસનીખેજ આક્ષેપ કરી નર્સિંગ સ્ટાફ હડતાળ ઉપર ઉતર્યા છે. આજે બીજા દિવસે પણ ભૂખ્યા તરસ્યા હડતાળ ઉપર રહેતાં તંત્ર અને કોન્ટ્રાક્ટ એજન્સી વચ્ચે મેરેથોન દોડ શરૂ થઈ છે. આ દરમ્યાન રાજદીપ એન્ટરપ્રાઈઝ નામની એજન્સીએ નોકરીમાંથી છૂટા
 
દોડધામ@વડનગર: નોકરીથી છૂટા કરવાની ચિમકી, નર્સિંગની ભૂખ હડતાળ

અટલ સમાચાર, મહેસાણા

વડનગર મેડિકલ હોસ્પિટલમાં કોરોના મહામારી વચ્ચે સૌથી મોટી દોડધામ મચી ગઇ છે. પગારમાં અન્યાય થતો હોવાનો સનસનીખેજ આક્ષેપ કરી નર્સિંગ સ્ટાફ હડતાળ ઉપર ઉતર્યા છે. આજે બીજા દિવસે પણ ભૂખ્યા તરસ્યા હડતાળ ઉપર રહેતાં તંત્ર અને કોન્ટ્રાક્ટ એજન્સી વચ્ચે મેરેથોન દોડ શરૂ થઈ છે. આ દરમ્યાન રાજદીપ એન્ટરપ્રાઈઝ નામની એજન્સીએ નોકરીમાંથી છૂટા કરવાની ચિમકી આપી હોવાનું નર્સિંગ સ્ટાફે જણાવ્યું છે. હડતાળમાં સમાધાન નહિ આવતાં બંને પક્ષે અનેક ગંભીર સવાલો ઉભા થયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જિલ્લાના વડનગરમાં આવેલી મેડિકલ કોલેજ કમ હોસ્પિટલમાં કોરોના દર્દીઓની સારવાર વચ્ચે મોટી ઘટનાનો જન્મ થયો છે. કરાર આધારિત નર્સિંગ સ્ટાફે ગુરુવારથી શરૂ કરેલી હડતાળ આજે ચોંકાવનારી સ્થિતિ વચ્ચે ચાલુ રહી છે. 125થી વધુ નર્સિંગ સ્ટાફ હોસ્પિટલની સામે જ ખાનગી કોમ્પલેક્ષ પાસે , ભૂખ્યા તરસ્યા બેસી ગયા છે. આ દરમ્યાન તંત્ર અને એજન્સી વચ્ચે શરૂ થયેલી બેઠકમાં પોતાની એકતા તોડવાનો પ્રયાસ થતો હોવાનો આક્ષેપ કર્યો છે. નર્સિંગ સ્ટાફ આરોગ્ય મંત્રી નીતિન પટેલનો હવાલો આપી સત્તાવાર બેંક એકાઉન્ટમાં પૂરા 21 હજાર પગારની માંગણી સાથે અડગ બન્યા છે.

વડાપ્રધાનના વતનમાં અન્યાયનો અવાજ ઉભો થયો

વડનગર શહેર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વતન છે. અહીંની મેડિકલ હોસ્પિટલમાં કોરોના મહામારી દરમ્યાન પગારમાં અન્યાય થતો હોવાનો અવાજ સામે આવ્યો છે. નર્સિંગ સ્ટાફે જણાવ્યું છે કે, અમદાવાદ અને ગાંધીનગરમાં પગાર 21 હજાર તો વડનગરમાં કેમ નહીં ? નિતીન પટેલની બાંહેધરી ક્યાં ગઈ ? નર્સિંગનું સર્ટીફીકેટ રદ્દ કરવાની ચિમકી કેમ ? પગારમાં જીએસટી કેમ ? આ તમામ સવાલોને પગલે કોન્ટ્રાક્ટ એજન્સી અને હોસ્પિટલના સત્તાધીશોની ભૂમિકા શંકાસ્પદ બનવા તરફ છે.