દોડધામ@વાવ: રેફરલમાં ડોક્ટરોની ગેરહાજરીથી ગેનીબેન ચોંક્યા, કરી મોટી વાત

અટલ સમાચાર, સુઇગામ (દશરથ ઠાકોર)
કોરોનાના હાહાકાર વચ્ચે સમગ્ર દેશમાં લોકડાઉનની સ્થિતિ છે. આ તરફ અચાનક વાવ રેફરલ હોસ્પિટલની મુલાકાતે આવેલા ધારાસભ્ય ડોક્ટરોની ગેરહાજરી જોઇ ચોંકી ઉઠ્યા હતા. ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે આરોગ્ય કર્મચારીઓને પુરતા પ્રમાણમાં માસ્ક અને સેનેટાઇઝર સહિતની વસ્તુ પુરી પાડવા માંગ કરી છે. નોંધનિય છે કે, કોરોન્ટાઇન કરાયેલા વાવ ધારાસભ્ય મતવિસ્તારના દર્દીઓની ખબર-અંતર પુછવા રેફરલ હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં તેમી દર્દીઓની ખબર-અંતર પુછી અને ડોક્ટરોને જરૂરી સૂચનો કર્યા હતા.
બનાસકાંઠા જીલ્લાના વાવ વિધાનસભાના મહિલા કોંગી ધારાસભ્ય ગેનીબેન ઠાકોર રેફરલ હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં ડોક્ટરોની ગેરહાજરી જોતા તેઓ ચોંક્યા હતા. ગેનીબેને આક્ષેપ કર્યા હતા કે, આરોગ્યના કર્મચારીઓ પોતે સુરક્ષિત હશે તો બીજાને સુરક્ષિત રાખી શકશે. આરોગ્ય કર્મીઓ પાસે માસ્ક, હેલ્થ સેનેટાઇઝર, હાથના મોજા સહિતની વસ્તુ નહિ હોવાનો ચોંકાવનારો આક્ષેપ કર્યો છે. આ સાથે ડોક્ટરો પણ જમવા જાય તો વારાફરતી જાય તે સહિતની સુચનાઓ આપી હતી.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
સુત્રોએ જણાવ્યુ હતુ કે, ગત દિવસોએ રાજ્યસભાની ચુંટણીને લઇ જયપુર ગયેલા ગેનીબેન ઠાકોર પરત આવતા તેમને આરોગ્ય વિભાગે હોમ ક્વોરેન્ટાઇન કર્યા હતા. આમ છતાં પોતાના મતવિસ્તારની સતત ચિંતા કરતા ગેનીબેન આજે વાવ રેફરલ હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં તેમને દર્દીઓના ખબર-અંતર પુછી અને હોસ્પિટલના સ્ટાફને જરૂરી સુચનો કર્યા હતા.