દોડધામ@ડીસા: 3 કોરોના પોઝિટીવ આવતા પાંચ ગામોની સરહદો સીલ

અટલ સમાચાર,ડીસા (અંકુર ત્રિવેદી) ડીસા શહેર અને તાલુકામાં ત્રણ કોરોના પોઝીટીવ કેસ આવતાં ખળભળાટ મચી ગયો છે. જેને લઇ જીલ્લા મેજીસ્ટ્રેટે જાહેરનામુ બહાર પાડી ડીસા શહેર અને આસેડા ગામે કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કર્યા છે. જેથી હવે આ વિસ્તારમાં તમામ પ્રકારની અવર-જવર ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો. આ સાથે જીવનજરૂરીયાતની વસ્તુઓ લોકોને ઘરે ડોમ ડીલીવરી કરવામાં આવશે.
 
દોડધામ@ડીસા: 3 કોરોના પોઝિટીવ આવતા પાંચ ગામોની સરહદો સીલ

અટલ સમાચાર,ડીસા (અંકુર ત્રિવેદી)

ડીસા શહેર અને તાલુકામાં ત્રણ કોરોના પોઝીટીવ કેસ આવતાં ખળભળાટ મચી ગયો છે. જેને લઇ જીલ્લા મેજીસ્ટ્રેટે જાહેરનામુ બહાર પાડી ડીસા શહેર અને આસેડા ગામે કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કર્યા છે. જેથી હવે આ વિસ્તારમાં તમામ પ્રકારની અવર-જવર ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો. આ સાથે જીવનજરૂરીયાતની વસ્તુઓ લોકોને ઘરે ડોમ ડીલીવરી કરવામાં આવશે. જાહેરનામામાં ડીસા શહેરને ગામોથી જોડતા પાંચ માર્ગો અને આસેડા પંથકના પાંચ ગામની સરહદો સીલ કરવામાં આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના આસેડા ગામે ગત શનિવારે એક દંપતિ અમદાવાદના શાહીબાગથી આવ્યા હતા. જેમનો રીપોર્ટ સોમવારે કોરોના હોવાનું સામે આવતાં ચકચાર મચી ગઇ હતી. મૂળ આસેડા ગામનાં પતિ-પત્નિને કોરોના આવતા ગામને કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવેલ છે. આ સાથે ડીસા શહેરના ઢેબર રોડ પર રહેતા મહિલા પણ અમદાવાદથી આવ્યા હોઇ રિપોર્ટના અંતે કોરોના આવ્યો છે. જેથી તેમના રહેણાંક વિસ્તારને પણ કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. આ સાથે જીવનજરૂરીયાત વસ્તુની ખરીદી સવારે ૮:૦૦ થી ૧૧:૦૦ કલાક સુધી સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે કરવાની મુક્તિ આપવામાં આવી છે.

દોડધામ@ડીસા: 3 કોરોના પોઝિટીવ આવતા પાંચ ગામોની સરહદો સીલ

સૂત્રોએ જણાવ્યું હતું કે, કોરોનાને લઇ ડીસા તાલુકાના આસેડા સહિત બફર એરીયામાં આવતા નવા, ખરડોસણ, ઢુવા, ધરપડા અને ફતેપુરા ગામની સરહદોને સીલ કરવામાં આવી છે. આ સાથે ડીસા શહેરને જોડતા માર્ગને પણ સંપુર્ણ બંધ કરવામાં આવ્યા છે. જેમાં લેખરાજ ચાર રસ્તાથી સોની બજાર થઇ ઢેબર રોડ સુધીનો રસ્તો, મીરા મહોલ્લાંથી ઢેબર રોડ સુધીનો રસ્તો, વાડીરોડથી ઢેબરરોડ સુધીનો રસ્તો, બજારથી સોની બજાર ઢેબર રોડ સુધીનો રસ્તો અને કુંપટથી સોની બજારમાં આવવાનો સીધો રસ્તો બંધ કરવામાં આવ્યો છે.