આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, પ્રાંતિજ

સાબરકાંઠામાં આજે સવારે બે કેસ નોંધાયા બાદ અન્ય એક કેસ નોંધાયો છે. જેમાં પ્રાંતિજની 38 વર્ષીય મહિલા ચેપગ્રસ્ત બની છે. આ તરફ આરોગ્ય તંત્રએ પણ મહિલાના સંપર્કમાં આવેલા લોકોની શોધખોળ હાથ ધરી છે. આ સાથે મહિલાને આઇસોલેશન વોર્ડમાં ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. સાબરકાંઠામા અત્યાર સુધી 59 કોરોના પોઝિટિવના કેસો નોંધાયા છે. ત્યારે 3 લોકોનાં મોત નિપજ્યાં છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સાબરકાંઠા જીલ્લામાં આજે ત્રણ કેસ સામે આવ્યા છે. જેમાં સવારે ઇડર અને ખેડબ્રહ્મા તાલુકામાં કેસ આવ્યા હતા. જોકે બપોરે પ્રાંતિજમાં એક મહિલાનો રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે. પ્રાંતિજના તપોધન ફળીમાં 38 વર્ષીય મહિલાનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. નોંધનિય છે કે, આજે સવારે ઈડર તાલુકાના વેરાબર ગામે 28 વર્ષિય યુવાન અને ખેડબ્રહ્માના નાકા ગામે 52 વર્ષિય આધેડને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો.

25 May 2020, 4:49 AM (GMT)

COVID-19 Global Stats

5,545,420 Total Cases
347,583 Death Cases
2,326,320 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code