આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા

બહુચરાજી તાલુકાના ડોડીવાડા ગામમાં આવેલ પ્રાથમિક શાળામાં 26મી જાન્યુઆરીના દિવસે 70માં પ્રજાસંતાક દિન પર્વની ધામધુમથી ઊજવણી કરવામાં આવી હતી. આજ દિવસે ડોડીવાડા ગામના ચંદુજી તસાજી ઠાકોર(માજી સરપંચ) દશરથજી બદાજી ઠાકોર (માજી ડેલીકેટ) પ્રવિણજી નાનજીજી ઠાકોર, દશરથજી ગલાજી ઠાકોર, અમરતજી પ્રતાપજી ઠાકોર, હરીભાઈ ઠાકોર, કીશોરભાઈ ભીખાભાઈ પટેલ, જ્યંતીભાઈ લાલાભાઈ પટેલ, પરમાર દિપકભાઈ ભીખાભાઈ, દરજી ભાવેશભાઈ ત્રિકમદાસ, દિશેનભાઈ ડાહ્યાભાઈ પંચાલ, આ 11 દાતાઓ દ્વારા “જન સેવા એજ પ્રભુ સેવા” વાક્યને સાર્થક કર્યું છે. આ દાતાઓ દ્વારા કડકડતી ઠંડીમાં ઠરતા વિદ્યાર્થીઓને ગરમ સ્વેટરનું વિતરણ કરવાનું ઉત્તમ કાર્ય કરવામાં આવ્યું છે. ડોડીવાડા ગામની પ્રાથમિક શાળામાં આ 11 દાતાઓએ તાજેતરમાં તમામ વિદ્યાર્થીઓને સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ દાતાઓ દ્વારા 320 નંગ સ્વેટર ડોડીવાડા ગામની પ્રાથમિક શાળામાં આપી પ્રસંનીય કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારે ડોડીવાડા ગામની પ્રાથમિક શાળાના આચાર્ય ગીરીશભાઈ પરમારે તેમજ સ્ટાફ મિત્રો અને ગ્રામજનોએ આ 11 દાતાઓને ખુબ ખુબ આભાર માન્યો હતો.

20 Sep 2020, 11:51 AM (GMT)

COVID-19 Global Stats

31,219,015 Total Cases
964,735 Death Cases
22,814,317 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code