ડોલરના ભાવમાં વ્યાપક અફરાતફરી : સોના-ચાંદી તથા ક્રુડમાં તેજીનો ચમકારો

અટલ સમાચાર,ડેસ્ક વિશ્વબજારમાં વિવિધ કરન્સીઓ સામે ડોલરના ભાવમાં પીછેહઠ થતાં તેના પગલે વૈશ્વિક સ્તરે કિંમતી ધાતુઓમાં ફંડવાળા ફરી લેવા આવ્યાની ચર્ચા હતી. મુંબઈ કરન્સી બજારમાં આજે ડોલરના ભાવમાં વ્યાપક અફડાતફડી જોવા મળી હતી. ડોલરના ભાવ ૬૯.૭૨ વાળા આજે રૂ.૬૯.૪૨ ખુલી નીચામાં ભાવ રૂ.૬૯.૨૪ થયા પછી ભાવ ઉછળી ઉંચામાં રૂ.૬૯.૯૪ સુધી પહોંચી છેલ્લે બંધ ભાવ રૂ.૬૯.૬૮
 
ડોલરના ભાવમાં વ્યાપક અફરાતફરી : સોના-ચાંદી તથા ક્રુડમાં તેજીનો ચમકારો

અટલ સમાચાર,ડેસ્ક

વિશ્વબજારમાં વિવિધ કરન્સીઓ સામે ડોલરના ભાવમાં પીછેહઠ થતાં તેના પગલે વૈશ્વિક સ્તરે કિંમતી ધાતુઓમાં ફંડવાળા ફરી લેવા આવ્યાની ચર્ચા હતી. મુંબઈ કરન્સી બજારમાં આજે ડોલરના ભાવમાં વ્યાપક અફડાતફડી જોવા મળી હતી. ડોલરના ભાવ ૬૯.૭૨ વાળા આજે રૂ.૬૯.૪૨ ખુલી નીચામાં ભાવ રૂ.૬૯.૨૪ થયા પછી ભાવ ઉછળી ઉંચામાં રૂ.૬૯.૯૪ સુધી પહોંચી છેલ્લે બંધ ભાવ રૂ.૬૯.૬૮ રહ્યા હતા. સામ ડોલરના ભાવ દિવસના અંતે આજે માત્ર ચાર પૈસા ઘટીને બંધ રહ્યા હતા. જોકે બ્રિટીશ પાઉન્ડના ભાવ આજે ૩૭ પૈસા વધી રૂ.૮૮.૭૫થી ૮૮.૭૬ રહ્યા હતા જ્યારે યુરોના ભાવ ૧૧ પૈસા વધી રૂ.૭૯.૬૮થી ૭૯.૬૯ રહ્યા હતા. વિશ્વબજારમાં આજે સોનાના ભાવ ઔંશના નીચામાં ૧૨૮૨ ડોલર થયા પછી ઝડપી વધી ૧૨૯૨.૮૦ થઈ સાંજે ભાવ ૧૨૯૨.૨૫થી ૧૨૯૨.૩૦ ડોલર રહ્યા હતા.

મુંબઈ ઝવેરીબજારમાં આજે જીએસટી વગર સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ ૯૯.૫૦ના રૂ.૩૧૫૭૫થી ૩૧૬૦૦ વાળા વધી રૂ.૩૧૭૫૫ બંધ રહ્યા હતા. જ્યારે ૯૯.૯૦ના ભાવ રૂ.૩૧૭૨૫થી ૩૧૭૫૦ વાળા રૂ.૩૧૮૮૦ બંધ રહ્યા હતા. દરમિયાન, જીએસટી સાથેના ભાવ આજે આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા. મુંબઈમાં ચાંદીના ભાવ કિલોના ૯૯૯ના જીએસટી વગર રૂ.૩૮૮૦૦ વાળા રૂ.૩૮૯૦૫ બંધ રહ્યા પછી સાંજે ભાવ રૂ.૩૮૮૫૦થી ૩૮૯૦૦ તથા જીએસટી સાથેના ભાવ આ ભાવથી આશરે કિલોના રૂ.૬૦૦થી ૭૦૦ ઉંચા બોલાઈ રહ્યા હતા.