ખુલાસો@ગુજરાતઃ અંડરવર્લ્ડ ડોન દાઉદના નિશાને ગુજરાતના ભાજપના નેતાઓ?

અટલ સમાચાર.ડેસ્ક અંડર વર્લ્ડ ડોન દાઉદના નિશાને ગુજરાતના ભાજપના નેતાઓ હોવાનો ખુલાસો આજે થયો છે. ડોન છોટા શકીલના શાર્પ શુટર અમદાવાદ આવ્યા હતા અને તેઓ પુર્વ ગૃહમંત્રી અને ભાજપના નેતા ગોરધન ઝડફિયાની હત્યા કરવા આવ્યા હતા. જો કે ષડયંત્ર પાર પડે તે પહેલા જ એટીએસએ એક શાર્પ શુટરને ઝડપી લીધો છે. રાજ્યના ગૃહમંત્રી ગોરધન ઝડફિયા
 
ખુલાસો@ગુજરાતઃ અંડરવર્લ્ડ ડોન દાઉદના નિશાને ગુજરાતના ભાજપના નેતાઓ?

અટલ સમાચાર.ડેસ્ક

અંડર વર્લ્ડ ડોન દાઉદના નિશાને ગુજરાતના ભાજપના નેતાઓ હોવાનો ખુલાસો આજે થયો છે. ડોન છોટા શકીલના શાર્પ શુટર અમદાવાદ આવ્યા હતા અને તેઓ પુર્વ ગૃહમંત્રી અને ભાજપના નેતા ગોરધન ઝડફિયાની હત્યા કરવા આવ્યા હતા. જો કે ષડયંત્ર પાર પડે તે પહેલા જ એટીએસએ એક શાર્પ શુટરને ઝડપી લીધો છે. રાજ્યના ગૃહમંત્રી ગોરધન ઝડફિયા રહી ચુક્યા છે. 2002માં ગોંધરાકાંડ સમયે મોદી સરકારમાં મંત્રી હતા.
બીજેપી નેતા ગોરધન ઝડફિયાની હત્યા માટે મુંબઈથી આવેલા એક શાર્પ શૂટરની ગુજરાત એટીએસ અને ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી લીધી છે. અંડર વર્લ્ડ ડોન દાઉદના નિશાને ગુજરાતના ભાજપના નેતાઓ હોવાનો પર્દાફાશ થયો છે. ભાજપના નેતાની હત્યાનું ષડયંત્ર નિષ્ફળ જતા મોટો ખુલાસો થયો છે. ડોન છોટા શકીલને કોણે સોપારી આપી તેની તપાસ શરૂ કરી છે.
છોટા શકિલ ગેંગના બે શાર્પ શુટરને ભાજપના નેતાની હત્યા માટે મોકલાયા હતા. ગોરધન ઝડફિયાને મારવાનું કાવતરુ હતું. અમદાવાદની રિલિફ રોડ પરની વિનસ હોટલના રૂમ નં.105માં શાર્પ શુટર રોકાયા હતા. એટીએસના અધિકારીઓ પર ગત મોડી રાત્રે શાર્પ શુટરે ફાયરીંગ કર્યુ હતું. મુંબઇથી અમદાવાદ બસમાં આવ્યો હતો.

પ્રદિપસિંહ જાડેજા ગૃહરાજ્યમંત્રીએ જણાવ્યુ હતુ કે છોટા શકિલ ગેંગના બે લોકોને ભાજપના નેતાની હત્યા કરવા માટે મોકલાયા હતા. ભાજપ નેતા પર હુમલો કરવા આવ્યા હોવાની પોલીસને જાણકારી મળી હતી. શાર્પ શૂટર નિશાન ચુકતા ગોળી દિવાલ પર વાગી હતી. બે વ્યક્તિ હુમલો કરવા આવ્યા હતા. જે પૈકી એક ઝડપાયો છે બીજો ફરાર છે. શાર્પ શૂટરના મોબાઇલમાંથી ગોરધન ઝડફિયાનો ફોટો સહિત અન્ય વિગતો મળી છે. નામ પણ મળ્યુ છે. ગુજરાતના નેતાઓ પર હુમલાની જાણકારી મળતી રહેતી હોય છે.
વધુમાં પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યુ હતુ કે, ગોરધન ઝડફિયા હાલ પ્રવાસ પર છે તેમની સાથે મારી વાત થઇ છે. શુટરોએ ગુજરાત ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમની મુલાકાત કરી હતી તેની તપાસ કરાશે. કાર્યાલય કમલમના સીસીટીવી ફુટેજની તપાસ કરાશે.