આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા

બનાસકાંઠા જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નાયબ પોગ્રામ અધિકારી(મનરેગા)ને હોદ્દા પરથી દૂર કર્યા બાદ નવી નિમણુંકના આદેશ થયા હતા. ગ્રામ વિકાસ કમિશ્નરની કચેરીએ નિયામકને પત્ર લખી પાંચ દિવસમાં નિમણુંક કરવા જણાવ્યુ હતુ. જોકે, દસ દિવસથી પણ વધુ સમય વિતી જવા છતાં DDPCની નિમણુંક થઇ શકી નથી. DRDA દ્વારા વિવિધ એજન્સીને ભરતી મામલે પત્ર લખવામાં આવ્યો છે.

add bjp
જાહેરાત

ગાંધીનગર સ્થિત ગ્રામ વિકાસ કમિશ્નરની કચેરીને બનાસકાંઠા DRDAની મનરેગા શાખા અધિકારી વિશે માહિતી મળતા પગલાં લીધા હતા. જેમાં તત્કાલિન DDPC ગિરિશ વરેચા હોદ્દા પર યોગ્ય ન હોઇ દૂર કરતા નિયામક દ્વારા ડીએલએમને ચાર્જ આપવામાં આવ્યો હતો. આ દરમ્યાન ગ્રામ વિકાસ કમિશ્નરની કચેરી ઘ્વારા આગામી પાંચ દિવસમાં નવી નિમણુંક કરવા જણાવાયુ હતુ.

jugalji thakor abhinadan add
જાહેરાત

CRDના પત્રને 10 દિવસથી પણ વધુ સમય વિતી જવા છતાં નિમણુંક થઇ શકી નથી. સમગ્ર મામલે ગ્રામવિકાસ એજન્સીના નિયામક રવિન્દ્ર વાળાએ જણાવ્યુ હતુ કે, 5 થી 10 દિવસમાં નિમણુંક ના થાય. માન્ય એજન્સીઓને પત્ર લખી નામો મોકલી આપવા જણાવી દીધુ છે. આથી હજુ પણ સંભવિત ૧૫ દિવસનો સમય લાગે તેમ છે.

darda new add mehsana
Advertisement

સુત્રોએ જણાવ્યુ હતુ કે, ગ્રામ વિકાસ કમિશ્નરના પત્રની સમયમર્યાદામાં અમલવારી કરવામાં બનાસકાંઠા DRDA નિષ્ફળ ગઇ છે. આથી જો પાંચ દિવસમાં નિમણુંક શકય ન હોય તો CRD દ્વારા કેમ વધુ સમયમર્યાદા આપવામાં ન આવી ? આ પકારના સવાલો વહીવટી રીતે સામાન્ય હોય તો પણ રોજગારવાંચ્છુઓમાં મહત્વપુર્ણ બન્યા છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code