આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, બેચરાજી

બેચરાજી તાલુકાના ઘણાં એવા ગામ કે પરા છે કે જ્યાં વર્ષોથી પીવાના પાણીનો બોર નથી. ગામના લોકો કુવાનું, હોલીયાનુ કે નદી-નાળાનું પાણી મેળવી ચલાવી રહ્યા છે. દેલપુરા અને ગજાપુરા જુથ ગ્રામ પંચાયતનાં રહીશોને બોરનું પાણી આપવા તંત્ર નિષ્ફળ જઈ રહ્યું છે. હોલિયાનું પાણી ખારું જ્યારે કુવાનું પાણી માંડમાંડ મળે છે. લોકોને જળસંકટ હોય ત્યારે ઢોર ઢાખરની કલ્પના કરવી મુશ્કેલ છે.

આઝાદીના વર્ષો છતાં તાલુકા પંચાયત, મામલતદાર કચેરી, જિલ્લા પંચાયત, પાણી પુરવઠા બોર્ડ, ધારાસભ્ય, સંસદસભ્ય, કલેકટર કચેરી, મુખ્યમંત્રી અને વડાપ્રધાન સહિતની ફોજ બેચરાજીમાં નિષ્ક્રિય રહ્યાંના સવાલો થઈ રહ્યા છે. તાલુકાના ગજાપુરા અને દેલપુરામાં વર્ષોથી પીવાના પાણીનો બોર ન હોવાથી જળસંકટ સામે લડી રહ્યા છે. દેલપુરામાં અત્યાર સુધી હોલિયુ મૂકી પીવાનું પાણી અપાતું હતું. જોકે છેલ્લા કેટલાક મહિનાઓથી ખારું થઇ ગયું છે.

ગજાપુરામા કુવાની અંદર ઝમીને ભેગું થતું પાણી મેળવવું પડે છે. કૂવામાં પાણી ભેગું થયું તેવી ખબર પડતાં જ પનિહારીઓ દોટ મૂકે છે. આવી સ્થિતિમાં પશુપાલકોની હાલત વિચાર કરતાં જ રૂંવાડા ઉભા થઈ જાય છે.

પીવાનું પાણી, રસ્તા અને આરોગ્ય જેવી પ્રાથમિક સુવિધાઓ સામે બંને ગામના 350થી વધુ પરિવારો જંગ લડી રહ્યા છે. બંને ગામમાં પાણી સરળતાથી મળવું અત્યંત મુશ્કેલ હોવાથી જો બોર થાય તો રોજ દિવાળી જેવું વાતાવરણ બને તેમ છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code