કાકર ગામે પીવાના પાણીની સમસ્યાઃ ટીડીઓ સમસ્યા સ્થળે પહોંચી ગયા
અટલ સમાચાર, કાંકરેજ (ભગવાન રાયગોર) કાંકરેજ તાલુકાના કાકર ગામે વાદીપુરા વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાથી ગ્રામજનો પરેશાન થઈ ગયા હતા. આ બાબતની જાણ કાંકરેજ તાલુકા વિકાસ અધિકારી અનિલભાઈ ત્રિવેદીને થતાં તેઓ ખુદ ગ્રામજનોની મુલાકાત લઈ તેમના પ્રશ્નોને સાંભળ્યા હતા. વાદીપુરા વિસ્તારમાં નિરીક્ષણ કરી પાણીની સમસ્યા હલ કરવાની ખાતરી પુરી પાડી હતી. અને 7 દિવસમાં નવો બોરની
Jan 15, 2019, 20:29 IST

અટલ સમાચાર, કાંકરેજ (ભગવાન રાયગોર)
કાંકરેજ તાલુકાના કાકર ગામે વાદીપુરા વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાથી ગ્રામજનો પરેશાન થઈ ગયા હતા. આ બાબતની જાણ કાંકરેજ તાલુકા વિકાસ અધિકારી અનિલભાઈ ત્રિવેદીને થતાં તેઓ ખુદ ગ્રામજનોની મુલાકાત લઈ તેમના પ્રશ્નોને સાંભળ્યા હતા.
વાદીપુરા વિસ્તારમાં નિરીક્ષણ કરી પાણીની સમસ્યા હલ કરવાની ખાતરી પુરી પાડી હતી. અને 7 દિવસમાં નવો બોરની સુવિધા કરી આપવાની ખાતરી આપતાં વાસહતના લોકો અધિકારી ઉપર ગોળગોળ થઈ ગયા હતા.