ખેડબ્રહ્મા કોલેજમાં “ડ્રગ્સ એબ્યુઝ પ્રિવેન્શન” કાર્યક્રમ યોજાયો

અટલ સમાચાર,ખેડબ્રહ્મા નેશનલ ઈન્સ્ટીટયુટ ઓફ સોશિયલ ડિફેન્સ, મિનિસ્ટ્રી ઓફ સોશિયલ જસ્ટીસ એન્ડ એમ્પાયર, ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા, ઉચ્ચ શિક્ષણ કમિશ્નરની કચેરી, ગાંધીનગર તેમજ ડી.ડી.ઠાકર આટર્સ અને કે.જે.પટેલ કોલેજ, ખેડબ્રહ્માના સંયુક્ત ઉપક્રમે કોલેજ પરિસરમાં રાષ્ટીય સેવા યોજના (એન.એસ.એસ) તથા એન.સી.સી વિભાગ દ્વારા ગત 11 જાન્યુઆરી 2019 ને શુક્રુવારના રોજ ડૉ. અરૂણસિંહ ભાટી (જીલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી, જીલ્લા
 
ખેડબ્રહ્મા કોલેજમાં “ડ્રગ્સ એબ્યુઝ પ્રિવેન્શન” કાર્યક્રમ યોજાયો

અટલ સમાચાર,ખેડબ્રહ્મા

નેશનલ ઈન્સ્ટીટયુટ ઓફ સોશિયલ ડિફેન્સ, મિનિસ્ટ્રી ઓફ સોશિયલ જસ્ટીસ એન્ડ એમ્પાયર, ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા, ઉચ્ચ શિક્ષણ કમિશ્નરની કચેરી, ગાંધીનગર તેમજ ડી.ડી.ઠાકર આટર્સ અને કે.જે.પટેલ કોલેજ, ખેડબ્રહ્માના સંયુક્ત ઉપક્રમે કોલેજ પરિસરમાં રાષ્ટીય સેવા યોજના (એન.એસ.એસ) તથા એન.સી.સી વિભાગ દ્વારા ગત 11 જાન્યુઆરી 2019 ને શુક્રુવારના રોજ ડૉ. અરૂણસિંહ ભાટી (જીલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી, જીલ્લા પંચાયત સાબરકાંટા, હિંમતનગર) ની અધ્યક્ષતામાં “ડ્રગ્સ એબ્યુઝ પ્રિવેન્શન” (Drugs Abuse Prevention) કાર્યક્રમ યોજાયો હતો. તેઓએ વર્તમાન સમયમાં સરદર્દ બની ગયેલા ડ્રગ્સ તથા તમાકુ જન્ય ઉત્પાદનો અને તેની આડઅસરોને સેકવા તથા તેના દુર ઉપયોગને અટકાવવા ઉપર ભાર મૂક્યો હતો.

આ પ્રસંગે જયેશભાઈ પંડ્યા (હેલ્થ સુપરવાઈઝર, જીલ્લા પંચાયત સાબરકાંઠા, હિંમતનગર) નેહાબેન સિસોદિયા (સાયકોલોજીસ્ટ) વગેરે મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા. પ્રસંગને અનુરૂપ સાગર એકેડમી હિંમતનગરના કલાકારો દ્વારા વ્યસન મુક્તિ ઉપરનું શેરી નાટક તમાકુ મુક્ત સમાજની રચના નાટક પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ કોલેજના આચાર્ય એન.ડી.પટેલ સાહેબના અથાગ પ્રયત્નો દ્વારા રાખવામાં આવ્યો હતો.

આ પ્રસંગે કોલેજના ગુજરાતી વિભાગના કે.એન.બલોચે પ્રાસંગિક ઉદબોધન તથા આગંતુક મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. એન.સી.સી વિભાગના ડી.બી.સોંદરવાએ કાર્યક્રમની ભૂમિકા પ્રસ્તુત કરી હતી. આ કાર્યક્રમનું સંચાલન એન.એસ.એસ. વિભાગના પ્રોગ્રામ ઓફિસર ડૉ.કે.ડી.પટેલ તથા આભારવિધિ ડૉ.જે.એસ.રાઠવાએ કર્યું હતું.