31 ડિસેમ્બર પહેલાં મુંબઇ પોલીસે ૧૦૦૦ કરોડના ડ્રગ્સ સહિત ૪ ની અટકાયત કરી

અટલ સમાચાર,ડેસ્ક 31 ડિસેમ્બર દરમિયાન મુંબઈ પોલીસે નશાકારક પદાર્થ વિરોધી ગતિવિધિ અંગે કાર્યવાહી કરતા ગુરુવારે રાત્રે માદક દ્રવ્યોનો મોટો જથ્થો પકડી પાડ્યો છે. આ કાર્યવહીમાં પોલીસના હાથે 100 કિલો ફેન્ટાનિલ લાગ્યું છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં તેની કિંમત 1000 કરોડની આસપાસ હોવાનું કહેવાય છે. સુત્રો તરફથી મળતી માહિતિ મુજબ મુંબઇના વાકોલ વિસ્તારના ચાર લોકો પાસે માદક દ્રવ્યો
 
31 ડિસેમ્બર પહેલાં મુંબઇ પોલીસે ૧૦૦૦ કરોડના ડ્રગ્સ સહિત ૪ ની અટકાયત કરી

અટલ સમાચાર,ડેસ્ક

31 ડિસેમ્બર દરમિયાન મુંબઈ પોલીસે નશાકારક પદાર્થ વિરોધી ગતિવિધિ અંગે કાર્યવાહી કરતા ગુરુવારે રાત્રે માદક દ્રવ્યોનો મોટો જથ્થો પકડી પાડ્યો છે. આ કાર્યવહીમાં પોલીસના હાથે 100 કિલો ફેન્ટાનિલ લાગ્યું છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં તેની કિંમત 1000 કરોડની આસપાસ હોવાનું કહેવાય છે.

સુત્રો તરફથી મળતી માહિતિ મુજબ મુંબઇના વાકોલ વિસ્તારના ચાર લોકો પાસે માદક દ્રવ્યો હોવાનું પોલીસને માહિતી મળી હતી.આ માદક દ્રવ્યો અમેરિકામાં મોકલવાના હતા. જેના આધારે પોલીસે સલીમ ડોલા, ચંદ્રમણી તિવારી, સંદીપ તિવારી અને ઘનશ્યામ તિવારી નામના શખ્સોને પકડી પાડ્યા છે. આ ચારેયની હાલ પૂછપરછ ચાલી રહી છે, જેમાં વધુ ચોંકાવનારી માહિતીઓ સામે આવે તેવી શક્યતા છે. આ ઘટના બાદ પોલીસે 31મી ડિસેમ્બરની પાર્ટીઓને લઈને વધુ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી નાખ્યો છે. અટકાયત કરાયેલ ચારેયના સાથીઓના અડ્ડાની માહિતી મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

સૂત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર, કોઈ દવા બનાવનાર કંપની માટે આ ફેન્ટાનિલ પદાર્થ ખરીદવામાં આવ્યો હોય તેવી શક્યતા છે. અટકાયત કરાયેલ ચારેય શખ્સે આ પદાર્થ માટે પરવાનો મેળવ્યો હોવાનો દાવો કર્યો છે. પરંતુ આ દવાનો કેવો ઉપયોગ કરાશે તેનો તેમની પાસે કોઈ જવાબ ન હતો. ચારેયને 1 જાન્યુઆરી સુધી પોલીસ રિમાન્ડમાં રાખવામાં આવશે.